Abtak Media Google News

S (સોશિયલ ડિસ્ટન્સ) M (માસ્ક) S (સેનેટાઇઝર)

દિવાળીના પર્વને સરકારની ગાઇડલાઈનના પાલન સાથે ઉજવીએ અને તમામ પ્રકારની સાવચેતી રાખીએ: રેમ્યા મોહન

જિલ્લા કલેકટર રેમ્યા મોહને તમામ જિલ્લાવાસીઓને જખજ મોડેલ અપનાવીને જ દિવાળીની ઉજવણી કરવાનું આહવાન કર્યું છે. જેમાં જિલ્લા કલેકટરે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝર સાથે તકેદારી રાખવાની ભારપૂર્વક અપિલ કરી છે. ઉપરાંત તમામ લોકોએ પોતાના પરિવાર માટે અને સમાજ માટે તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા પણ અનુરોધ કર્યો છે.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને અબતકના માધ્યમથી તમામ જિલ્લાવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. સાથે તેઓએ જણાવ્યું હતું કે જિલ્લાવાસીઓ આ દિવાળીને તળત મોડેલ અપનાવીને ઉજવે. જળત મોડેલ જેમાં ત એટલે સોશિયલ ડિસ્ટન્સ, એટલે માસ્ક અને ત એટલે સેનેટાઇઝર. આ ત્રણેય બાબતોને જિલ્લાના લોકો મનમાં ગાંઠ બાંધીને યાદ રાખે અને તેનું પાલન કરે તેમ તેઓએ જણાવ્યું હતું.

વધુમાં રેમ્યા મોહને કહ્યું કે દિવાળીનો પર્વ શરૂ થઈ ગયો છે. લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે. લોકો દિવાળીની કોઈ પણ કચાશ વગર ઉજવણી કરે પણ સામે તમામ તકેદારી પણ રાખે તે જરૂરી છે. મહામહેનતે રાજકોટ જિલ્લામાં કોરોનાનો કહેર મટ્યો છે. રાજકોટમાં જિલ્લો ડિકલાઈનિંગ સ્ટેજમાં આવી ગયો છે. ત્યારે હવે દિવાળીના પર્વ ઉપર તકેદારી રાખવામાં નહી આવે તો પરિસ્થિતિ વણસશે. તમામ લોકો સરકારની ગાઈડલાઈન મુજબ તમામ સાવચેતી રાખી પર્વને ઉજવે તે જરૂરી છે. ખાસ કરી નાના બાળકો અને સિનીયર સિટીઝન વધુ તકેદારી રાખે જેથી તેઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. અંતમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, દિવાળીમાં લોકો જે રીતે ઉજવણી કરશે તે પ્રમાણે આગામી સમયમાં કોરોનાની સ્થિીત જોવા મળશે. હાલ કોરોના ડિકલાઇનિંગ સ્ટેજ ઉપર હોય ત્યારે ઉજવણી દરમિયાન સાવચેતી રાખવામાં આવે તો ડિકલાઇનિંગ સ્ટેજ યથાવત રહેશે અન્યથા કોરોના વકરતા વાર નહીં લાગે.

ઇશ્ર્વરિયા- ઓસમ બંધ જ રહેશે

દિવાળીના પર્વ ઉપર દર વર્ષે રજાના દિવસોમાં ઇશ્વરીયા અને ઓસમ ડુંગરે સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. ત્યારે આ વર્ષે લોકોની ભીડ એકત્ર થવા દેવામાં જોખમ રહેલું હોય જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ઇશ્વરીયા અને ઓસમ ડુંગર બંધ જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે માટે આ દિવાળીની રજામાં બન્ને સ્થળો ખાલીખમ જ રહેશે.

દરેક સ્કૂલ અને કોલેજની પર્સનલ એસઓપી બનાવાશે

જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે ૨૩ નવેમ્બરથી ધો. ૯થી ૧૨ની શાળાઓ અને કોલેજો શરૂ થવા જઈ રહી છે. આ બાબતે શુ શુ ધ્યાનમાં રાખવું તે અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બેઠક કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોની પર્સનલ એસઓપી તૈયાર કરાવવામાં આવશે. સરકાર તરફથી જે જે સૂચનાઓ મળશે તેનું ચુસ્તરીતે પાલન કરાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.