Abtak Media Google News

રાજકોટ  જિલ્લા ભાજપ મીડિયા ઇનચાર્જ અરૂણ નિર્મણ અને તેના પરિવારે કોરોનાને મ્હાત આપી છે. પોઝિટીવ આવતા તરત જ તેઓ ૧૪ દિવસ હોમ આઇસોલેસન થઇ ગયા સગા-વહાલા, મિત્રોને પોઝિટીવની જાણ ન કરતા તેઓ ફાયદોએ થયો કે તેઓ સંપુર્ણ આરામ કરી શકયા. તેઓને પોઝીટીવ આવતા તેઓ નાણાવટી ચોક પાસે આવેલ કોર્પોરેશનનું નંદનવન આરોગ્ય કેન્દ્રમાં ગયા. આ અંગે અરૂણ નિર્મણના જણાવ્યા મુજબ અમને પણ બધાને પોઝિટીવ હોઇ સ્ટાફના સભ્યોએ અમને પણ શાંતિથી કોરોના વિશે સમજાવીને કોરોનાથી નહીં ડરવાની સલાહ આપી ત્યારે જ અમારું અડધુું દર્દ તો ત્યાં જ ઓછું થઇ ગયું એવી ફિલિંગ આવી ગઇ હતી.

વાત આટલેથી અટકતી નથી મારા મિસિસને અને મને ૬૦ વર્ષ હોઇ એટલે તેઓએ સિવિલમા બતાવવાની ભલામણ કરી અમે સિવિલમા ગયા અને પગ મુકતા જ જાણે કોર્પોરેટ હોસ્પિટલમાં આવ્યા હોય એવો અહેસાસ થયો છે. ત્યાં પણ ડોકટર અને નર્સિંગ ખૂબ જ વિનયી અને વિવેકી સ્ટાફ અમને તપાસીને વિગતવાર દવા વિશેની માહિતી આપી. તેમજ રોજનો ડાયેટમાં શુ લેવું?? શુ ન લેવું આ બાબતે વિગતવાર માહિતી આપી. અમે નિયમિત દવા અને ખોરાકથી જ ૩ દિવસમાં ખૂબ જ સારું થઇ ગયું. અમારા પરિવારના બધા જ સભ્યોએ નકકી કર્યુ આ બાબતે કોઇને પણ જાણ ન કરવી. આવું નકકી કરવાથી અમને ફાયદોએ થયો કે, કોઇના સલાહ સુચનના કોલ જ ન આવતા અમે કલાકોના કલાક અમો આરામ કરી શકયા. જેને કારણે અમને ૩ જ દિવસમા ઝડપી રીકવરી આવી અને સ્વસ્થ થઇ ગયા. સરકારની ગાઇડ લાઇન મુજબ ૧૪ દિવસ કોરોન્ટાઇન રહેવું તેનું અમે પુરે પુરૂં પાલન કર્યુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.