Abtak Media Google News

બેઠકમાં રાજકોટ- મોરબી – પોરબંદર જિલ્લાના અપેક્ષીત હોદેદારો કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં રહ્યા ઉ૫સ્થિત

ભાજપ દ્વારા ગા્રમ સ્વરાજ અભિયાન રાજકોટ અંતર્ગત સંયુકત જીલ્લા બેઠક યોજાઇ હતી. રાજકોટઆ બેઠકને સંબોધતા પ્રદેશ ભાજપા અઘ્યક્ષ જીતુભા વાછાણીએ જણાવ્યું હતું કે ભાજપએ પંડીત દિનદયાળજીએ કંડારેલી કેડીના માર્ગે ચાલનારી પાર્ટી છે. પંડીતજી હંમેશા કહેતા માનવી સૌ સરખા સૌની વિકાસની તક મળવી જોઇએ. સમાજનું સમતુલન જળવાય તો જ સમાજ તંદુરસ્ત બને છે. સ્વચ્છ સમાજનું નિર્માણ કરવા વ્યકિત, કુટુંબ, સમાજ, દેશ, રાષ્ટ્ર, અને દુનિયા આ એકબીજાથી જોડાઇને માનવ સમાજના ઉત્થાનની સાંકળ રચાયેલી છે.

વધુમાં કોંગ્રેસની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસએ દેશમાં ભાગલાવાદી નીતી અપનાવી દેશને ખોખલો કરવાનું ષડતંત્ર રચી રહ્યા છે. શાસનમાં કરોડો નહિ પરંતુ અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર ને કારણે દેશમાં આર્થીક સંકટો ઉભા થયા અને દેશની પ્રજા ગરીબાઇમાં પિસાતી રહી જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહી ગુજરાતનો ચોતરફ કરીને ગુજનરાતનું એક વિકાસ મોડલ બની ચુકયું.

આ તકે ગોરધનભાઇ ઝડફિયાજીએ આગામી કાર્યક્રમોની માહીતી આપતા કહ્યું હતું કે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કેન્દ્રીય ભાજપ તરફથી કાર્યક્રમોની રુપરેખા આપતા જણાવ્યું કે તા.૧૪ થી પ મે સુધી ગુજરાતના તમામ તાલુકા અને મંડલો પર ઉજજવલા પંચાયત અંતર્ગત ઉજજવલા દિવસ નીમીતે ગેસ સીલીન્ડર વિતરણ તેમજ ગ્રામસભાઓનું આયોજન, ગ્રામશકિત અભિયાન અંતગત ૨૦૦૦૦ પંચાયતોના લાભાર્થીઓને જોડવા પંચાયતોમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા મીશન તેમજ કિશાન કલ્યાણ કાર્યશાળા કાર્યરત કરવી અને તા.પ મે એ આજીવિકા તથા કૌશલ્યવિકાસ મેળાઓ થકી ૪૦૦૦ સ્વસહાય જુથ અને કૌશલ્ય વિકાસ મેળાઓ યોજવા અને કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા થયેલા વિકાસકાર્યોને લોકો સુધી પહોચાડી અને ગ્રામસ્વરાજ અભિયાનને તમામ કાર્યકર્તાઓએ જોશભેર ભાગ લેવા આહવાન કર્યુ હતું.

આ બેઠકમાં પ્રદેશ ઉપાઘ્યક્ષ જશુમતીબેન કોરાટ કેબીનેટ મંત્રી જયેશભાદ રાદડીયા, જયંતિભાઇ કવાડીયા, ગૌ સેવા આયોગના  ચેરમેન વલ્લભભાઇ કથીરીયા, ધારાસભ્યઓ, ગીતાબા જાડેજા, લાખાભાઇ સાગઠીયા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા મહામંત્રીઓ ભાનુભાઇ મેતા જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોધરા, પૂર્વ ધારાસભ્યઓ ભાનુબેન બાબરીયા, બાવનજીભાઇ મેતલીયા, મોરબી જીલ્લા પ્રમુખ રાઘવજીભાઇ ગડારા સહીતના બહોળી સંખયામા ઉ૫સ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.