કર્મચારી મહામંડળ દ્વારા વિનામુલ્યે વૃક્ષા રોપાનું વિતરણ

બહુમાળી વિભાગમાં વન વિભાગનાં સહયોગથી ૨૦૦થી વધુ રોપા આપ્યા

બહુમાળી ભવન ખાતે રાજય કર્મચારી મહામંડળ અને વન વિભાગનાં સહયોગથી કર્મચારીઓ માટે વિનામુલ્યે ૨૦૦થી વધુ વૃક્ષા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ એક અગત્યનો ભાગ ભજવે છે. જેના માટે રાજય કર્મચારી મહામંડળના બહાદુરસિંહ ઝાલા અને બહુમાળી ભવનના વન વિભાગનાં અધિકારીઓ દ્વારા વિનામુલ્યે વૃક્ષા રોપાનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે કર્મચારી મહામંડળ અને વન વિભાગ અધિકારીઓ દ્વારા જુદા-જુદા ૨૦૦થી વધુ જાતના વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમમાં બહાદુરસિંહ ઝાલા, એડવોકેટ બળવંતસિંહજી રાઠોડ, હરવિજયસિંહ ઝાલા, બી.જે.ખોડેખાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

Loading...