માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમિતિ દ્વારા નાસ લેવાના મશીનનું વિતરણ

તાલુકાના ૧૨ ગામોમાં ૧૮મી સુધી વૃધ્ધોને મફત વિતરણ કરાશે

માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમિતિ સર્વોદય યોજના દ્વારા દાતાઓની સહાયથી માંગરોળ ખાતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકારની ગાઈડલાઈન મુજબ ૧૦૦ વ્યકિતઓની હાજરીમાં સ્ટીમ્બાથ ઈલેકટ્રીક નાસ મશીન ઉકાળો હોમીયોપેથીક આર્સેનીક આલ્બમ ૩૦ દવા તથા નાસ મશીનમાં નાખવાના પોપટાની એક થેલીની કીટ બનાવી માંગરોળ શહેર અને તાલુકાના ૧૨ ગામડાના સીનીયર સીટીઝન વૃધ્ધજન લાભાર્થીઓ માટે ૧૫૦૦ નંગ કીટ આપવાનો મેગા વિતરણ કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. તેમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પોરબંદરનાં સાંસદ રમેશભાઈ ધડુક, માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા, જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઈ કરમટા, માંગરોળ નગરપાલીકાના પ્રમુક મોહમદ હુસેન ઝાલા માજી ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા વેપારી એસો.ના પ્રમુખ મેરામણભાઈ યાદવ તેમજ અન્ય અગ્રણી આગેવાનો, તાલુકાનાં કોંગ્રેસ ભાજપના રાજકીય આગેવાનો વડીલો ભાઈ તથા બહેનો સંસ્થાનાં ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા શરૂઆતમાં સંસ્થા પરીચય ઉદઘોષક ધિરૂભાઈ સોલંકીએ પરીચય આપી કોરોના મહામારીમાં સંસ્થા દ્વારા આયોજીત નાસ મશીનની અગત્યતા સમજાવી હતી.

ત્યારબાદ સંસ્થા પ્રમુખ શરદભાઈ મહેતાએ કહેલ કે સુનિધિ સદભાવ અને સર્વોદયની ભાવનાથી મળેલ દાનથી આજના કાર્યક્રમનું આયોજન થયું છે. તેમા સાંસદ ધારાસભ્ય વેપારી મંડળ દાતાઓનું વ્યકિતગત દાન મળેલ છે. અમારી સંસ્થા ૨૭ વર્ષથી રચનાત્મક પ્રવૃત્તિ કરે છે તેમાં દાતાઓનાં આથીર્ક સહયોગથી જ અમે લોકઉપયોગી પ્રવૃત્તિઓ કરીએ છીએ.

આ પ્રસંગે તમામ આગેવાનોનાં હાથે વૃધ્ધજનોને મફત કીટ વિતરણ આપવમાં આવી હતી અંતમાં સર્વોદયનાં મંત્રી નિલેશભાઈ મહેતાએ આભારવિધીમાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ધીરૂભાઈ સોલંકીએ કાર્યક્રમનું સુંદર સંચાલન કરેલ આ પ્રસંગે પ્રેસ તથા મીડીયાના પ્રતિનિધિઓનો ખૂબ સારો સહયોગ મળેલ હવે તા.૧૮ સુધી ૬ દિવસ તાલુકાના ૧૨ ગામડામાં દરરોજ બે ગામડામાં દરેક ગામમાં ૧૦૦ મશીનની કીટનું વૃધ્ધજનોને મફત વિતરણ કરવામાં આવશે જેની વ્યવસ્થા ગ્રામ પંચાયતોના સરપંચ અને આગેવાનોને સાથે રાખી સર્વોદય સમિતિ સ્થળે જઈ વિતરણ કરશે તેમ વ્યવસ્થાપક વર્ષાબેન નંદાણીયાની યાદીમાં જણાવેલ છે.

Loading...