સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા ૧૧૪ વિદ્યાર્થીનીઓને ૫.૩૭ લાખના સ્કોલરશીપ ચેકનું વિતરણ

79

તાજેતરમાં સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા ઉષાબહેન જાની અમૃત મહોત્સવ ક્ધયા વિદ્યોતેજક સ્કોલરશીપ વિતરણનો સમારંભ યોજવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભે પ્રાસંગિક ઉદબોધન કરતા ઈન્સ્ટિટયુટ ઓફ કવોલીટી એજયુકેશનનાં નિયામક રશ્મિકાંતભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, ગત વર્ષે સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થયા.

વર્ષ ૨૦૦૮-૨૦૦૯ દરમિયાન ઉજવવામાં આવેલ આ સંસ્થાનાં સંસ્થાપિકા ઉષાબહેન જાનીનાં અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન અભ્યાસમાં તેજસ્વી, પરંતુ આર્થિક જરૂરીયાતમંદ ગ્રામીણ અને શહેરી વિસ્તારની ૭૫૦૦ જેટલી ક્ધયાઓને ધોરણ-૯ થી ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પુરો કરાવવાનું નકકી કરવામાં આવ્યું છે.

આ યોજના અંતર્ગત બાળાઓને શિક્ષણ, નિવાસ અને ભોજન સહિતની તમામ સુવિધાઓ પુરી પાડવાનો અમારો નમ્ર પ્રયાસ રહ્યો છે. ધો.૧૨ પછીના અભ્યાસ માટે અમારી એજયુકેટ ટુ ગ્રેજયુએટ યોજના અંતર્ગત મેડિકલ, ઈજનેરી જેવાં વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં ડિગ્રી પ્રાપ્ત કરવા માટે વ્યાજમુકત લોન સ્કોલરશીપની યોજના ચાલે છે. જેમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન ૪૧૧ જેટલાં વિદ્યાર્થીઓને રૂ.૩ કરોડ ૬૦ લાખ જેટલી રકમ આપી ચુકયા છીએ.

આ સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમમાં વિવિધ ૨૭ જેટલી શાળાઓમાંથી આવેલી ૧૧૪ જેટલી વિદ્યાર્થીનીઓને સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્રનાં નિયામક દિપકભાઈ જોશી, ઈન્સ્ટિટયુટ ઓફ કવોલિટી એજયુકેશનનાં નિયામક રશ્મિકાંતભાઈ ત્રિવેદી, સિસ્ટર નિવેદિતા સ્કુલના આચાર્ય મહેશભાઈ જાની હસ્તે પીજીવીસીએલનાં સીએસઆર પ્રોજેકટ અંતર્ગત આપવામાં આવેલ રૂ૫ લાખ ૩૭ હજારના ચેકનું વિતરણ કરવામાં આવેલ.

Loading...