Abtak Media Google News

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતી નિમિતે ફરજ પર કોરોનાને લીધે શહીદ થયેલા વાલ્મીકિ સમાજના ‘કોરોના વોરિયર સફાઈ કામદાર ભાઈઓ-બહેનોનાં જરૂરીયાતમંદ પરિવારોને એક કીટમાં રૂ. ૨૫૦૦ની ઉચ્ચ ગુણવત્તાની ૪૦ કીલો જેટલી સામગ્રી : ઘઉ, ચોખા, તુવેરની દાળ, મગ, ચણા, મગની ફોતરાવાળી દાળ, શીંગ તેલ, ચા, ખાંડ, બેસન, મીઠું-મરચું-હળદર-ધાણાજીરૂ વગેરે ભેટ આપવામાં આવ્યા.

આ અવસરે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, વાલ્મીકિ સમાજના અગ્રણીઓ કે. સી. વાઘેલા (વાલ્મીકિ યુવા ઉતન મિશન), ગંગારામભાઈ વાઘેલા (ભજનિક-લોકગાયક), કિશોરભાઈ સોલંકી (રાષ્ટ્રીય દલિત પિછડા વર્ગ  ગુજરાત પ્રદેશના મહામંત્રી) અને જગદીશભાઈ વાઘેલા (ભાજપ  કર્ણાવતી મહાનગર  સાબરમતી વોર્ડના મંત્રી), શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટીના કિરીટસિંહ રહેવર (મામા) અને મહિપતસિંહ વાઘેલા, ખાદી-રચનાત્મક કાર્યકર ગોવિંદભાઈ જાદવ, એન.આઈ.ડી.સી. (દિલ્હી)ના નિવૃત્ત ચીફ એન્જિનિયર જગજીવનભાઈ પ્રભુદાસ ગોહિલ (સુદામડાવાળા), ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલયના અનિશભાઈ લાલાણી ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભક્તિના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. ઝવેરચંદ મેઘાણી કૃત ‘સૌરાષ્ટ્રની રસધારમાં પણ વંચિત સમાજનાં શૌર્ય, શીલ અને સ્વાર્પણની અનેક ગૌરવગાાઓ આલેખાયેલી છે. માણસ માત્રને ઝવેરચંદ મેઘાણી એક સમાન ગણતા. ધર્મ, જ્ઞાતિ કે અન્ય કોઈપણ ભેદભાવ રાખ્યા વગર સહુ તરફ પ્રેમ અને સમભાવ રાખતા. ૧૯૧૭માં ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ દરમિયાન વંચિત સમાજની છાત્રાલયની મુલાકાતે ગયા ત્યારે ત્યાંનાં બાળકને હો પાન પ્રેમથી સ્વીકારીને ખાધુ. કોલેજ અને હોસ્ટેલમાં ગણગણાટ શરૂ થઈ ગયો. તેમનો સામાજિક બહિષ્કાર પણ થયેલો જે તેમને હસતે મોઢે સ્વીકારેલો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.