ગોંડલમાં ૧૬૦ પરિવારોને માસિક ખાદ્ય સામગ્રીનું વિતરણ

૧૦૧મી સુદામાની ઝોળી દિવસે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ થયું

કોરોના મહામારી થી લોકો ને રક્ષણ મળે એ હેતુ સાથે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ સુદામા ની જોળી સાથે કરેલ, આ વિતરણનો ગોંડલની જાહેર જનતા એ પણ ઉત્સાહ સાથે લાભ લીધો અને ખાસ સામાજિક અંતર નું પણ ધ્યાન રાખેલ હતું અને મૂળ સ્વરૂપે ક્લબની વાત પર આવીએ તો સમાજની મિત્રાચારી સદાયે નિભાવતી આ ક્લબ માનવતાની સેવા ના આ પ્રોજેકટ હેઠળ સરવાણી સ્વરૂપે ૧૬૦ પરિવારને માસિક ખાદ્ય સામગ્રી નું વિતરણ કરે છે જેમાં ઘઉં નો લોટ, ખીચડી, બટેટા તથા ડુંગળી સહિત લગભગ ૧૦કિલો ખાદ્ય સામગ્રી સમાવિષ્ટ કરાઈ હતી. દર મહિને બટેટાની સેવા જીજ્ઞેશભાઈ બગડાઈ (જલારામ આલુ ભંડાર) તરફથી આપવામાં આવે છે .

Loading...