શાલીભદ્ર સરદારનગર જૈન ઉપાશ્રય દ્વારા આજથી તબકકાવાર કેરીના બોક્ષનું વિતરણ

દરરોજ ૩૦૦ એમ કુલ ૧૭૦૦ બોક્ષનું ૬ દિવસમાં વિતરણ કરાશે: બીનાબેન અજયભાઇ શેઠ પરિવાર-મુંબઇનો મુખ્ય સહયોગ: સોશિયલ ડિસ્ટન્સ જાળવી લાભાર્થીનુ થર્મલ સ્ક્રીનીંગ પણ થઇ રહ્યુ છે

શાલીભદ્ર સરદાર નગર જૈન ઉપાશ્રય દ્વારા કોરોનાની મહામારી સમયે અનેક વિધરીતે લોકોને મદદરૂપ થવાનો સતત પ્રયત્ન લોકોને મદદરૂપ થવાનો સતત પ્રયત્ન કરાતો રહ્યો છે. અગાઉ જરૂરિયામંદ લોકોને અનાજ અને રાશનની કિટ આપી મદદ કરવામા આવી હતી.

ત્યારબાદ ફરીવાર આજથી અમૃતફળ કેરીનું વિતરણ શરૂ કરવામા આવ્યુ છે જેમાં કુલ ૧૭૦૦ કેરીના બોકસનુ વિતરણ તબકકાવાર કરવામા આવશે. જના ભાગરૂપે દરરોજ ૩૦૦ કેરીના બોકસનુ વિતરણ કરવામા આવનાર છે.

કેરીના બોકસનું વિતરણમાં મુખ્ય અનુમોદક તરીકે બીનાબેન અજયભાઇ શેઠ સાયન મુંબઇ તરફથી કરાઇ રહ્યુ છે. આ તકે જૈન ઉપાશ્રય ખાતે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે તે હેતુસર અગાઉ ૩૦૦ લોકોને ટેલિફોનિક મારફત જાણ કરવામા આવે છે અને ચોકકસ

દિવસે તેમને બોલાવવામાં આવે છે. ઉપરાંત વિતરણના તમામ લાભાર્થીઓનું પ્રથમ થર્મલ સ્ક્રીનીંગ કરી અને સેનેટાઇઝીંગ કરીને જ આશ્રય ખાતે પ્રવેશ આપવામાં આવે છે.

વિતરણના પ્રથમ દિવસે શાલીભદ્ર સરદારનગર સ્થાનક જૈન સંઘ ઉપાશ્રયના પ્રમુખ હરેશભાઇ વોરા, મહાસતીજીઓ ઉપાશ્રયના સ્વયંસેવકોની ટીમ હાજર રહી હતી. ‘અબતક’ના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતા પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

લાભાર્થી માત્ર એક જ મિનિટમાં બોક્ષ મેળવી શકે તેવી સુંદર વિતરણ વ્યવસ્થા: હરેશ વોરા

શાદીભદ્ર સરદારનગર સ્થાનક જૈન સંઘના પ્રમુખ હરેશભાઇ વોરાએ આ તકે જણાવ્યુ હતુ કે પૂ. નરેન્દ્રમુનિ મ.સા. તેમજ પૂ. ર્મા સ્વામીના માર્ગદર્શન તેમજ આર્શીવાદથી અગાઉ રાજકોટ, ગોંડલ, ગોરા, મુંબઇ સહિતના વિસ્તારોમાં આશરે ૩૪૦૦ જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ કરવામા આવ્યુ હતુ ત્યારબાદ અજયભાઇ શેઠ સાથે વાતચીતમાં પ્રથમ માં સ્વામી કૃપા ફળ એટલે કે કેરી વિતરણનો વિચાર કરાયો હતો જેમાં તમામ લાભાર્થીઓને પાંચ કિલો કેરીનો જથ્થો કોઇ એક ૫રિવાર માટે પૂરતો નથી એટલ કે દસ કિલો કરીનો જથ્થો આપવાનુ નકકી કરવામા આવ્યુ હતું. કેરીના બોકસનુ વિતરણ કાર્ય ૬ દિવસમાં પૂર્ણ કરવામા આવશે. સરકારના તમામ નિતી નિયમો પાળી ઉપાશ્રયના કાર્યકર્તાઓ દરરોજ સવારના ૯થી સાંજના ૫ વાગ્યા સુધી આ વિતરણ કાર્ય કરશે. આ સેવા કાર્યમાં ટ્રસ્ટીઓનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો હોવાનું જણાવ્યુ છે. વિતરણ વ્યવસ્થા એવી કરવામાં આવી છે. કે માત્ર એક જ મિનિટમાં વ્યક્તિ બોકસ લઇને જતો રહે. વધુમાં મુખ્ય દાતા બીનાબેન અજયભાઇ શેઠ પરિવારનો આભાર માન્યો હતો. શેઠ પરિવાર મુંબઇમાં પણ અનેક સેવાકાર્યો કરી રહ્યા હોવાનુ અંતમાં જણાવ્યુ હતું.

Loading...