Abtak Media Google News

ભુજ ખાતે એક હી અવાઝ ટ્રસ્ટની ઓફિસ ખાતે જે તદન ગરીબ વર્ગ છે, જેને બે ટકનું ભોજન પણ નથી મળતુ ત્યારે આ સંસ્થા દ્વારા દાતાઓને પહેલ નાખતા એક કીટ જે ૧૫ કિલોની જેમાં ઘરના ખાવા માટે પુરતી બને તે માટે દાતા અકિલભાઈ મેમાણ, જાવિદભાઈ કફલ, આમદ જત, પ્રમોદભાઈ, મુનવર, મામદભાઈ રાપમા દ્વારા તદન ગરીબમંદને આ કિટ આપવામાં આવી હતી.

દાતા દ્વારા આ ટ્રસ્ટની કામગીરીથી સંતોષ થયો હતો. ટ્રસ્ટનાં પ્રમુખ કાસમ ચાકી દ્વારા આ કાર્યથી લોકોને સાચા ગરીબોને આ કિટ આપવાથી લોકો સુધી પહોંચી તે બદલ દાતાઓએ ટ્રસ્ટનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે ભુજ જાણીતા વકિલ શંકરભાઈ સચદે, કાસમ કુંભાર, (નગર સેવક) રફીક બાવા, નુરાભાઈ સમા, અલીભાઈ સમા, ઉમેશ, આચાર્ય, રજાક ભટ્ટી, ગનીકુભાર, જયેશભાઈ અતાણી, હાસમભાઈ, વ્યવસ્થા કાસમ, ચાકી, કાર્યક્રમનું સંચાલન ગફીર સમેજા અને ઈમરાન બ્રેરએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.