Abtak Media Google News

લોકડાઉન દરમિયાન માસ્ક વિતરણ, પોલીસ કર્મી અને સફાઈ કામદારોને નાસ્તો અને ૨૦૦૦ પરિવારોની જઠરાગ્નિ ઠારતો સેવા યજ્ઞ ધમધમ્યો

કોરોના ની મહામારી ફેલાઈ રહી છે ત્યારે ઘણા બધા લોકો કોરોના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટની સહકાર ગ્રુપ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે અવિરત સેવાકીય પ્રવૃત્તિ ચાલુ છે. સહકાર ગ્રુપ દ્વારા આજે રસુલપરા વિસ્તારમાં ૩૦૦ જેટલા પરિવારોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

Img 20200513 Wa0018

સહકાર ગ્રુપ દ્વારા રસુલ પરા કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં એસીપી ગેડમ સાથે તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.વી.ધોળા અને  પીએસઆઇ ડામોર સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. રાજકોટના સહકાર ગ્રુપ દ્વારા લોકડાઉનના પ્રારંભથી આજદિન સુધી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે રાત્રિના ફરજ ઉપર રહેલા પોલીસ સ્ટાફ તેમજ સફાઇ કર્મીઓ માટે ગરમ નાસ્તો આપવામાં આવે છે. શહેરમાં જ્યારે માસ્ક પહેરવા ફરજિયાત બનાવવામાં આવ્યું ત્યારે સહકાર ગ્રુપ દ્વારા ૨૫ હજારથી વધુ નિશુલ્ક માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. હજુ જરૂરિયાતમંદ છે તેમને નિશુલ્ક માસ્ક આપવામાં આવે છે. સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ગ્રુપના અન્ય સભ્યો દ્વારા પુનિત નગર તેમજ આસપાસ ના વિસ્તારમાં રહેતા પરિવાર માટે રસોડું ધમધમી રહ્યું છે જ્યાં દરરોજ ૨૦૦૦ પરિવારને બપોરે અને રાત્રે જમવાનું પહોંચાડવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.