Abtak Media Google News

કોરોના વાયરસને ફેલાતો રોકવા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે લોકોની રોગપ્રતિકારક શકિત વધે તે માટે રાજકોટમાં વોડ નં.૧૨ના કોર્પોરેટર વિજયભાઇ વાંક દ્વારા મવડી વિસ્તારમાં હોમીપોયેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શહેર કોંગ્રેસ પ્રુમખ અશોકભાઇ ડાંગર કોપોરેટર ગાયત્રીબા વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આવનાર તમામ લોકોએ માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કર્યુ હતું.

અબતક સાથેની વાતચિત દરમિયાન કોર્પોરેટર વિજયભાઇ વાંકએ જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લોકડાઉન છે ત્યારે અમારા વિસ્તારમાં અમે ગરીબ તથા જરૂરિયાત મંદ લોકો માટે કીટ વિતરણ ડુંગળી વિતરણ કર્યુ હતું. ત્યારે આજે અમે અમારા વિસ્તારમાં હોમીયોપેથીક દવાનું વિતરણ કરેલ છે. આ સમયમાં રોગપ્રતિકારક શકિત વધારે હોય અને સાવચેતી હોય અને કોરોના વાયરસથી બચી શકીએ. તે માટે અમે હોમીયોપેથીક દવાનું વિતરણ કરેલ છે. આ વિતરણ વખતે અમે તમામ વસ્તુઓનું ધ્યાન રાખેલ. સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને લોકો ફરજિયાત માસ્ક પહેરી આવે તે રીતનું આયોજન કરવામાં આવ્યું હતું.

અબતક સાથેની વાતચિત દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરએ જણાવ્યું હતું કે આ કપરા સમયમાં જરૂરીયાતમંદ ગરીબ લોકોની મદદ કરવા અમે તત્પર રહીએ છીએ. ત્યારે અમારા કોગ્રેસ પરિવારના વિજયભાઇ વાંક અને તેમની ટીમ દ્વારા અનેક વિધ સેવાકિય કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મવડી વિસ્તારમાં હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે હું તમામને અભિનંદન પાઠવું છું.

અબતક સાથેની વાતચિત દરમિયાન ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે કોરોનાના કહેરને કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવતા જે લોકો રોજનું કમાઇ રોજ ખાતા હોય ગરીબ લોકો માટે અમારા દ્વારા કીટ વિતરણ ભોજન બનાવીને વિતરણ કરતા. આજે અમારા કોંગ્રેસના વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર વિજયભાઇ વાંક અને તેમની ટીમ દ્વારા હોમીયોપેનીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. તે બદલ તેમને અભિનંદન પાઠવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.