Abtak Media Google News

૯૪૦ બાળા દિકરીઓને માતાજીની અપાર કૃપા વર્ષે તેવી શુભકામના પાઠવી

સમગ્ર વર્ષ દરમ્યાનમાં આદ્યશક્તિના વિવિધ સ્વરૂપોની આરાધના કરવા માટેનું મહાપર્વ એટલે “નવરાત્રી ઉત્સવ નવદુર્ગાની ભક્તિ એટલે “નવરાત્રીનું પર્વ આ ભક્તિ પર્વમાં માંની આરાધના સાથે ગરબે ઘુમીને માતાજીના ગુણગાન કરી કૃપા પામવાનું પર્વ. દર વર્ષે નવરાત્રી ઉત્સવ નીમીતે બહેનો, દિકરીઓના ઉત્સાહને વધારવા સ્વ.હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ સાંસદ પુનમબેન માડમ તરફથી માતાજીની પ્રસાદી સ્વરૂપે લ્હાણી વિતરણ કરવામાં આવે છે.1 115 જેમાં જિલ્લાની દરેક ગામમાં જુદા જુદા મંડળો, સંસ્થાઓ દ્વારા નવરાત્રી મહોત્સવમાં ભાગ લઈ રહેલી તમામ બાળાઓને ઈનામ વિતરણ કરવામાં આવે છે.3 74આજરોજ ઓખામાં ચાલતી ગરબીઓમાં વ્યોમાણીમાતા મંદિરમાં, ખોડીયાર મંદિર, જૂની ખોડીયાર મંદિર, પોલીસ લાઈન, સાંઈ બાબા મંદિર, લહેરી માતા મંદિર, રામ મંદિર, પોર્ટ ગરબી, ઓખામાં નવ ગરબીઓમાં રમતી કુલ ૧૦૦૮ બાળાઓને ઓખા શહેર પ્રમુખ મોહનભાઈ બારાઈ, ચેતનભાઈ માણેક, મુકેશભાઈ પાંજરી, વિશાલ પીઠીયા, હરેશભાઈ ગોકાણી તથા સર્વે ગરબી મંડળના આયોજકોના હસ્તે ઈનામ વિતરણ કરાયું હતું.4 49

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.