Abtak Media Google News

કેશોદ તાલુકાનાં કોયલાણા ગામે ૭૦ જેટલા ગ્રાહકોને સરકારની ઉજજવલા યોજના હેઠળ ગેસ કનેકશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેશોદનાં વરિષ્ઠ પત્રકાર પ્રકાશભાઈ દવે ગેસ એજન્સી સંચાલક હમીરભાઈ ભેડા તથા કોયલાણા ગામનાં સરપંચ સહિતનાં અગ્રણી બહેનો ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેશોદ ગેસ એજન્સીનાં સંચાલક હમીરભાઈ ભેડાએ ગ્રામ્ય વિસ્તારમાં માતાઓ અને બહેનોની વેદના સમજનારા આપણા દેશનાં વડાપ્રધાન એક દિવસ કોઈ ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેઓની નજર ખુલ્લા રોડ પર બરતણ દ્વારા ચુલામાં ફુંકો મારી રસોય કરતી માતા પર પડી અને તેઓએ આ વેદનાને પોતાની સંવેદના બનાવી અને મનોમન નકકી કર્યું કે મારા દેશની દરેક માતાઓને ત્યાં ગેસનું કનેકશન હોવું જોઈએ. જેથી તેઓએ ઉજજવલા યોજના હેઠળ ગરીબ અને નિરાધાર લોકોને પણ વિલનામુલ્યે ગેસ સિલિન્ડર આપવા માટે ઉજવલા યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ પુરા દેશમાં અત્યાર સુધીમાં કુલ સાત કરોડ અને ૫૦ હજાર કનેકશન આપ્યા છે અને હવે આ યોજના હેઠળ માત્ર ૫૦ હજાર કનેકશન દેવાન બાકી રહ્યા છે તેવી માહિતીથી લોકોને માહિતગાર કર્યા હતા અને ગ્રાહકોને ઉજવલા યોજના હેઠળ ગેસનો ઉપયોગ કેમ કરવો તે વિશેની માહિતી આપી હતી. આ પ્રસંગે કોયલાણા ગામની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.