Abtak Media Google News

અંબિકા ગાર્ડન નર્સરી દ્વારા જાહેર જનતા માટે વિનામૂલ્યે છોડ વિતરણ કાર્યક્રમ યોજાયા હતો. જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો. અને શહેરના શ્રેષ્ઠીઓના હસ્તે છોડ વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે કેતનભાઇ પરમાર કે જેઓ છેલ્લા ૧૧ વર્ષથી અદાણી ગ્રુપ સાથે હતા અને હવે અંબિકા ગાર્ડન નર્સરી ના માઘ્યમથી જાહેર જનતાને છોડનું વાવેતર, માવજત અને ઘરમાં હેલ્થી રહેવા માટે ફ્રેશ ઓકિસજન કઇ રીતે મેળવવો લોકો ગી્રનરી તરફ વળે તેનું માર્ગદર્શન આપ્યું વધારેમાં ખેડુતો કઇ રીતે હાઇટેક ઇઝરાયેલ પઘ્ધતિ દ્વારા ઓછા ખર્ચે વધારે નફો બાગાયતી પાક દ્વારા મળે તેવી માહીતી આપી હતી.

આ છોડ વિતરણ કાર્યક્રમમાં રાજકોટ સીટી કલબના સુરેશભાઇ પટેલ, જીમ્મીભાઇ અડવાણી, બી.ટી. કળથીયા, ભરતભાઇ સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કેતનભાઇ પરમાર, બીનાબેન પરમાર સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.