સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિનામુલ્યે માસ્કનું વિતરણ

સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ના ફેલાય તે  હેતુથી જિલ્લા આરોગ્ય તંત્ર અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ લાયન્સ કલબ, ઝાલાવાડ  ફેડરેશન અને વેપારી મહામંડળ દ્વારા સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં  લોકોને જાગૃત કરવા માટે અંદાજે ૫૦૦૦ જેટલા માસ્કનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

તદ્ઉપરાંત કોરોના સામે  કેવી રીતે સાવચેત રહેવું તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને વેપારીઓને ખાસ સુચના આપવામાં આવી હતી કે, બહારથી આવનાર તમામ ગ્રાહકો માસ્ક પહેરીને આવે તથા માસ્ક વિના કોઇ ગ્રાહક ન આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે તેમજ વેપારીઓને દુકાનમાં સેનેટાઇઝનો ઉપયોગ કરવા અને સોશ્યલ  ડિસ્ટન્સ રાખવા જેવી બાબતોથી અવગત કરવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.હુડ્ડા  તેમજ આરોગ્યકર્મીઓ  અને વેપારીઓ  સહિત સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત  રહ્યા હતા.

Loading...