Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લા પંચાયત આયુર્વેદ કચેરીના તાબા હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૨આયુર્વેદ તથા ૫ હોમિયોપેથી દવાખાનાઓ કાર્યરત છે. હાલચાલી રહેલ કોરોના વૈશ્વિક મહામારી સંદર્ભે સુરેન્દ્રનગરજિલ્લાના આયુર્વેદ દવાખાનાઓમાં તેમજ જાહેર સ્થળો,સરકારી કચેરીઓ વગેરે સ્થળોએ લોકોની રોગ પ્રતિકારકશકિત વધારવા માટે નિ:શુલ્ક આયુર્વેદ ઉકાળા પીવડાવવામાંઆવે છે તથા સંશમની વટી ટેબ્લેટ આપવામાં આવે છે. જે અન્વયે અત્યાર સુધીમાં આશરે ૧૧ લાખ લોકોએ આયુર્વેદ ઉકાળાનો લાભ લીધેલ છે, તથા આશરે ૫ હજાર લોકોને સંશમની વટી ટેબ્લેટ આપવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના હોમિયોપેથી દવાખાનાઓમાંતેમજ જાહેર સ્થળો, સરકારી કચેરીઓ વગેરે સ્થળોએલોકોની રોગ પ્રતિકારકશકિત વધારવા માટે નિ:શુલ્ક હોમિયોપેથી દવા આર્સેનિક આલ્બમ-૩૦ આપવામાં આવે છે. જેનો અત્યાર સુધીમાં આશરે ૨ લાખ લોકોએ લાભલીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.