Abtak Media Google News

કોર્પોરેશનના કોલ સેન્ટરમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પણ સમસ્યા યથાવત: ગાયત્રીબા વાધેલા

મહાપાલિકાના ભાજપના શાસકો ના પાપે વોર્ડ નં ૩નાં તિલક પ્લોટ અને તેનાં આજુબાજુના વિસ્તારોમાં ગટરના ગંધાતા પાણી પીવાના પાણી સાથે ભળ્યા ગયા છે જેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત  છે.

વોર્ડના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા કોર્પોરેશનના કોલસેન્ટર માં અનેક ફરિયાદો કરવા છતાં નિંભર તંત્ર ને લાખો રૂપિયા નો પગાર લેતા એન્જિનિયરો ની ફોજ પ્રશ્ર્ન ઉકેલવામાં નિષ્ફળ ગયા છે અને લોકો ગંદુપાણી પીવા માટે મજબૂર બન્યા છે.

વોર્ડ નં-૩ના વિસ્તારો  તિલક પ્લોટ, જૂની લોધાવાડ , બેડીનાકા ટાવર,પરાબજાર અને જૂના દરબાર ગઢ ની આસપાસ ના વિસ્તારો માં છેલ્લા ૧૫-૨૦ દિવસ થી પીવાના પાણીની સાથે લાઈન માં ગટર નું ગંધાતું અને દુર્ગંધ મારતું પાણી વિતરણ થઈ રહ્યું છે.જે બાબતે વિસ્તારના જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા દ્વારા વોર્ડના ઈજનેરો ને આ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી તેમજ વિસ્તારના સ્થાનિક આગેવાન લક્ષ્મણભાઈ સોલંકી તેમજ અન્ય લતાવાસીઓ દ્રારા પણ કોર્પોરેશનના કોલસેન્ટર માં છેલ્લા ૧૦-૧૨ દિવસ માં અનેક ફરિયાદો કરવા માં આવી હોવા છતાં ભા.જ.પ.ના સ્માર્ટ સિટી નાં શાસકો અને લાખો રૂપિયા નો પગાર લેતી એન્જિનિયરો ની ફોજ જનતાને ગટરનું ગંધાતું પાણી પીવાથી બચાવી શકતી નથી.અને આ પ્રશ્ર્નનું નિરાકરણ લાવવા માં સદંતર નિષ્ફળ નીવડ્યા છે. સ્માર્ટ સિટી ની વાતો કરનારા ભા.જ.પ.ના શાસકો શહેર ની જનતા ને પૂરા ૨૦ મિનિટ ફોષે થી પીવાનું શુદ્ધ પાણી પણ આપી શકતા નથી.તેમ પૂર્વ વિપક્ષીનેતા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.