Abtak Media Google News

મ્યુનિસીપલ કમિશનર બંછાનીધી પાની તથા મેયર બીનાબેન આચાર્ય દ્વારા સ્વચ્છતા રાખવા સમજણ અપાઇ

વિશ્વ પર્યાવરણ દિવસ નીમીતે શહેરમાં એસ્ટ્રોન ચોક ખાતે રોટરી કલબ તથા શહેરના એન.જી.ઓ. ના સહયોગથી સફાય કામદારોને સફાઇ વિષય પર શપથ લેવડાવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ સફાઇ કામદારોને માસ્કનું વિતરણ કમિશ્નર બંછાનીધી પાની તેમજ મેયર બીનાબેન આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે દરેક પાનની દુકાનો પર રોટરી કલબ દ્વારા સ્વચ્છતા પાકીટનું વિતરણ કમિશ્નર દ્વારા કરવામાં આવ્યું હતું અને લોકોને પ્લાસ્ટિકનો વપરાશ ટાળવો.

તેમના વિશે દુકાનદારોને સમજાવવામાં આવ્યા હતા. સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પણ કમિશ્નર બંછાનીધી પાની દ્વારા પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. આમ,વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મેયર બીનાબેન આચાર્ય, કમિશ્નર બંછાનીધી પાની રોટરી કલબના સભ્યો તથા જે.પી. ઇમ્પેક્ષ ના પ્રતિકભાઇ મહેતા, ઝીલભાઇ પટેલ સહીતના લોકો ઉ૫સ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

પર્યાવરણ બચાવવાની વાતો કરીએ તે પુરતું નથી:

પર્યાવરણનું ખરેખર ઘ્યાન રાખીએ: બંછાનીધી પાની

વિશ્વ પર્યાવરણ દિવસ નીમીતે રોટરી અને શહેરના તમામ એન.જી.ઓ. ના સહયોગથી આજે સફાય કામદારોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે રોટરી કલબના માઘ્યમથી સ્વચ્છતા પાકીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આજે દરેક પાનની દુકાનમાં જઇ તો કચરો જોવા મળે છે. આવી નાનકડી બેગ દુકાન પર હોય તો લોકો જેમાં કચરો નાખે તેવા ઉદ્દેશથી દરેક પાનના ગલ્લા  વાળાને બે-બે સ્છચ્છતાના પાકીટનું વિતરણ કરવામાં આવ્યું છે.Vlcsnap 2019 06 05 11H38M51S251

આજનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ છે. એટલે પર્યાવરણ બચાવવાની વાતો કરીએ તે પુરતુ નથી. પણ દરરોજ આપણે પર્યાવરણ માટે ઘ્યાન રાખીએ જેના ભાગરુપે આજથી એક પ્રતિકાત્મકરુપે પાન ગલ્લા ચાની દુકાનો તથા તમામ નાનો દુકાનોમાં કચરો ઉત્પન્ન થતો હોય ત્યાં સ્વચ્છતા ના પાકીટનું વિતરણ તથા સફાઇ કામદારો છે. તેનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે માસ્કના વિતરણની શરૂઆત કરવામાં આવી છે. આજે દરેક વોર્ડમાં મ.ન.પા.ની ટીમો દ્વારા દરેક વોર્ડમાં ચેકીંગ હાથ ઘટીને જેટલા પણ કેટરીંગ વાળા હોય બીજી એજન્સીઓ હોય, સરકારો કચરો હોય એ તમામ જગ્યાઓ પર સીંગલ યુઝ પ્લાસ્ટિક શહેરમાં બંધ કરવામાં આવ્યું છે.

શહેરમાં કોઇપણ જગ્યાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરવામાં પર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે અને જો ચેકીંગ દરમ્યાન પકડાશે તો તેને જપ્ત કરવામાં આવશે. આમ, વિશ્વ પર્યાવરણ દિવસની સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ દ્વારા રાજકોટ શહેરમાં ઉઝવણી બંધ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.