કરણીસેના દ્વારા અનાજ કિટ અને માસ્કનું વિતરણ કરાયું

91

સેના દ્વારા લોકડાઉનના કારણે રોજગારી ગુમાવનારા ભુખ્યા શ્રમિક પરિવારોને અનાજ કરીયાણાની કીટનું જયારે સરકારી કર્મચારીઓ માટે માસ્કનું વિતરણ

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાઇરસ હવે ભારતમાં ઝડપભેર ફેલાય રહ્યો છે. આ કોરોના વાઇરસને આગળ વધતો અટકાવવા સરકાર દ્વારા ર૧ દિવસના દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં જીવનજરૂરી સિવાયના તમામ ધંધા વ્યવસાયો બંધ કરાવવામાં આવ્યા છે. જેના કારણે રોજનું કરીને રોજ ખાતા શ્રમિકોની સ્થિતિ કથળી જવા પામી છે.ઉપરાંત આ મહામારીના સમયમાં પણ ખડેપગે સેવા બજાવતા વહીવટી અને પોલીસ તંત્રના સ્ટાફ માટે માસ્કની પણ ભારે જરૂરીયાત ઉભી થવા છે. જેથી, આવા ભુખ્યા શ્રમિક પરિવારો અને ખડેપગે સેવા બજાવતા સ્ટાફની વ્હારે વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ આગળ આવી છે.

આવી જ એક સામાજીક સંસ્થા રાજકોટની રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા રોજગારી ગુમાવવાના કારણે ભુખ્યા રહેતા શ્રમિક પરિવારો માટે અનાજ- કરીયાણાની કીટ બનાવી છે.

જયારે રોગચાળાની સ્થિતિમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે માસ્ક પણ વિતરીત કરવાનો નિર્ણય કર્યો છે. સેનાના સભ્યો દ્વારા આશરે એક હજાર જેટલી નિયમિત ઉપયોગમાં આવતી અનાજ કરિયાણાની કીટનું શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઇને જરૂરિયાત મંદ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે, સરકારી સ્ટાફ માટે માસ્કના જથ્થાના વિતરણ માટે પોલીસ અધિકારીને આપવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા વિશ્ર્વવ્યાપી મહામારી કોરોના વાઇરસએ વિશ્ર્વને ભાગમાં લીધો છે. જેમાં ભારત પણ બાકાત નથી. એવા સંજોગોમાં ગુજરાત રાજપુત કરણી સેના અને તેના પદાધિકારીઓ દ્વારા જે જ‚રીયાત મંદ લોકો જે લોકડાઉનના સમયે રોજ રોજનું કમાઇને ગુજરાત ચલાવતા હોય તેવા લકોને તકલીફ પડે છે. ત્યારે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના મહિલા વિંગ દ્વારા ર૦ દિવસ ચાલે તેટલું રાશનની કીટ બનાવવામાં આવી છે જે જે વિસ્તારમાં જરુરીયાત મંદ હોય તેના ઘરે જઇને આનુ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પ્ર્રશાસન ને સાથે લઇને રામપરામાં જે ૭૦ થી ૮૦ પરિવાર છે તેને પણ રાશન આપવામાં આવશે. સાથે સાથે રાજકોટના છોટુનગર, રણછોડનગર જેવા વિસ્તારોમાં ર૦૦ જેટલા પરિવાર ને કિટ વિતરણ કરવામાં આવશે. તથા રાતના સમયે ત્રણેક વખત ચા-પાણી ની વ્યવસ્થા પોલીસ, ડોકટર તથા દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે સાથે માસ્કનું પણ વિતરણ કરવામાં આવનાર છે. સરકારની સુચનાઓનું પાલન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવે છે.

Loading...