કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ઉકાળાનું વિતરણ

રાજય સરકારના આદેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાના અટકાયતી પગલા તા જાગૃતિ માટે જુદા જુદા વિસ્તારમાં ધન્વંતરી ર ચાલુ કરેલ છે. જેમાં કોરોના કન્ટેઇનમેન્ટ ઝોનમાં થર્મલ સ્કેનીંગ, પલ્સ ઓકસીમીટર દ્વારા તપાસ તથા ઉકાળા વિતરણ કરવામાં આવેલ છે.

શિવમ પાર્ક, ૧૫૦ ફુટ રીંગ રોડ વિસ્તારમાં ધન્વંતરી રથ દ્વારા સ્થાનિક લોકોમાં ઉકાળા વિતરણ તથા જાગૃતિ અંગેનો કાર્યક્રમ કરવામાં આવ્યુ હતું. શિવમ પાર્ક કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ૨૪૩ લોકોને કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા પીવડાવવામાં આવ્યા છે.

Loading...