Abtak Media Google News

ડો. હર્ષદભાઇ પંડીત દ્વારા તૈયાર કરાયેલા પૌષ્ટિક આરોગ્યવર્ધક કીટનું  ટોકનદરે વિતરણ કરવામાં આવશે :આ ઉમદા કાર્યને લઇ આયોજકો અબતકને આંગણે

રાજકોટ એચ.આઇ.વી. એઇડસ પીડીત વ્યકિતઓને તેમની રોગ પ્રતિકારક શકિત વર્ધક આહાર કીટનાં ઉપયોગ બાદ લીધેલ અભિપ્રાય ખુબજ ઉત્સાહ વર્ધક આવ્યો છે. હર્ષદભાઇ પંડીતના આર્થિક અને સર્વ પ્રકારે સહયોગ થી આ પ્રોજેકટ ના પ્રથમ તબકકામાં લોકવિજ્ઞાન કેન્દ્ર ગીતા વિઘાલય અને હરભોલે હેલ્થ સેન્ટરના કાર્યકર્તા ઓએ જહેમત વિશ્ર્વમાં પ્રથમ વાર વ્યકિતગત રીતે અને સ્વભંડોળ માંથી ૪૪ એઇડસ પીડીત વ્યકિતઓને રોગ પ્રતિકારક શકિત વર્ધક (ઇમ્યુનીટી વધારનાર) અને પોષણ યુકત આહારની કીટ આપી નવતર પ્રયોગ કરેલ જેને અત્યંત સફળતા સાંપડેલ છે. ૪૪ પૈકી ૨૯ દર્દીના લેખીત અભિપ્રાય નો સાર હતો અમારી શકિત વધી સ્ફૂતિ આવી અને એઇડસ નો ડર ઓછો થયો જે મહત્વની વાત હતી. કોઇનો નેગેટીવ અભિપ્રાય નથી. આ તકે દાતા અને પ્રયોગના સધોશક હર્ષદભાઇ અને તેમની ટીમને આ અંગે અત્યંત સંતોષનો અનુભવ થયો.

આ તકે અબતકને આંગણે  આવેલા કાર્યકર હર્ષદભાઇ એ જણાવેલ કે ડર ને ઓછો કરવા સમગ્ર દેશમાં આ કાર્યક્રમને વધુ લોકો સુધી લઇ જવા તેઓ કટિબઘ્ધ છે. સમાજના લોકોને કોઇએ પણ આ કાર્યમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

તન, મન, ધનથી રાષ્ટ્ર માટે સમર્પિત એવા હર્ષદભાઇ દ્વારા આગામી માસમાં તા. ૬-૭ ને શનિવવારે ફરીથી લોકવિજ્ઞાન કેન્દ્ર, બાલભવન પાસે રેસકોર્ષ  રાજકોટ ખાતે સાંજ. ૪ થી પ આ જ કીટનું વિરણ અને માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. લોકવિજ્ઞાન કેન્દ્રના રમેશભાઇ ભાયાણી અને મીનેશભાઇ મેધાણી તેમજ ગીતા વિઘાલયના ડો. કૃષ્ણકાંત શાસ્ત્રી અને તેમની ટીમ તેમજ ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ અને આરોગ્ય ભારતી ના ડો. જયસુખભાઇ  મકવાણા, ભરતભાઇ કોરાટ, પ્રવીણગીરી ગોસ્વામી, જાગૃતિ ચૌહાણ, મોનિકા ભટ્ટ  અન વાહીદ મારફાની વિશાલ ગોહેલ જહેમત ઉઠાવી રહ્યા છે.

મહત્વનું છે કે સંશોધિત આરોગ્ય વર્ધક પૌષ્ટિક આહાર અને યુરીન ટેસ્ટની કીટ તેમજ પુસ્તકનો સમાવેશ છે. જે ૭૦૦ થી વધુ કિંમતની છે તે ફકત રૂ ૧૦૦ ના ટોકન દરે રુબરુ આવનાર એઇડસ ના દર્દીને આપવામાં આવશે.

અન્ય કોઇને પણ જોઇતી હોય તો રૂ ૫૦૦/- માં મળશે. અગાઉ થી નામ લખાવવા ડો. જયસુખભાઇ મકવાણા, મો. નં. ૯૪૨૮૨૦૪૦૮૯, મિનેશભાઇ મેધાણી મો. નં. ૭૦૯૬૮૦૬૦૪૯ અને ભરતભાઇ કોરાટ મો.નં. ૯૮૨૫૬૨૪૮૮૬ નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.