Abtak Media Google News

લાયન્સ ક્લબ જૂનાગઢ રૂદ્રાક્ષ દ્વારા તુલજા ભવાની લાયન્સ  હોસ્પિટલ ખાતે જીતશે જુનાગઢ કાર્યક્રમ અંતર્ગત માસ્ક વિતરણનું આયોજન રાખવામાં આવેલ જેમાં ૧૦૦૦ માસ્કનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે મેયર ડેપ્યુટી મેયર, હિમાંશુ પંડ્યા, કમિશનર તુષાર સુમરા, ડેપ્યુટી  કમિશનર, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન, મનપા ના હોદ્દેદારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા.આ ઉપરાંત જુનાગઢની સેવાકીય સંસ્થા બ્રહ્મ યુવા સંગઠનના મેમ્બરો સાથે અન્ય  સેવાકીય સંસ્થાના ૧૫૦ થી વધુ હોદેદારો, કાર્યકરોનું ફ્રી મેડિકલ ચેકઅપ સોશ્યલ ડિસ્ટન્સ સાથે કરી આપવામાં આવેલ હોવાનુ રૂપલ બેન લખલાણી એ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.