ડિસ્ટન્સ લર્નિંગ ફાયદાકારક કે ગેરફાયદાકારક??

આજે બધા દેશમાં ડિસ્ટન્સ લર્નિંગ ખુબ જ પ્રચલીત થઈ રહ્યું છે. કોરોના જેવી મહામારીમાં  આજે બધા જ દેશ ડિસ્ટન્સ લર્નિંગને અમલમાં લાવી રહયા છે. પણ ડિસ્ટન્સ લર્નિંગ છે શું અને શું એ લાભકારક છે કે ગેરલાભકારક ચાલો સમજીએ.

શું છે ડિસ્ટન્સ લર્નિંગ ?

ડિસ્ટન્સ લર્નિંગએ વિધાર્થીઓનું શિક્ષણ છે જે હમેશા કોઈ શાળામાં શારીરિક રીતે હાજર ના થઈ શકે ત્યારે આ ડિસ્ટન્સ લર્નિંગ કામ આવે છે. પહેલાના સમયમાં આ લર્નિંગ ને ટપાલ  દ્વારા, રેડિયો દ્વારા આપવામાં આવતું હતું  પરંતુ આજે એ ડિસ્ટન્સ લર્નિંગને ઇન્ટરનેટની ટેકનીકથી આપવામાં આવે છે. જેને આપણે ઓનલાઈન કોર્સ કહીએ છીએ. ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ એ સંપૂર્ણ અંતરને મહત્વ આપે છે.

વિશાળ ઇન્ટરનેટ શિક્ષણમાં બધાજ કોર્સે સામેલ થાય છે. જેમાં તમને બધી જ તક મળી શકે છે. જે વર્લ્ડ વાઈડ વેબ અથવા નેટવર્ક ટૅક્નિક દ્વારા  આપવામાં આવે છે. આ ડિસ્ટન્સ લર્નિંગમાં બે પ્રકાર છે.

સિંક્રોનસ  લર્નિંગ અને અસિંક્રોનસ લર્નિંગ

  1. સિંક્રોનસ લર્નિંગ

આ લર્નિંગમાં બધા સહભાગિઓ એક જ સમયે હાજર હોય છે. આ લર્નિંગમાં  બધા પોતપોતાના ઘરે બેઠા હોય છે છતાં પણ વર્ગખંડ જેવુ ભણી શકે છે. આનું આયોજન કરવા માટે એક પત્રની મદદથી સમય નક્કી કરવામાં આવે છે જેમાં મેઇલ,  મેસેજ દ્વારા સૂચન આપવામાં આવે છે. ઉદા. તરીકે  વેબ કોન્ફરન્સ, વિડિયો કોન્ફર્નસ, ટેલિવીઝનના માદયમથી શિક્ષણ આપવામાં આવે છે.

  1. અસિંક્રોનસ લર્નિંગ

આ લર્નિંગમાં વિધાર્થીઓ પોતાના મનગમતા કોર્સે અને પોતાના સમયે શિક્ષા લઈ શકે છે. બધા સાથે રહેવાની જરરૂર નથી, ઉદા. પ્રિન્ટ મટિરિયલ, ડાઉનલોડ  વિડિયોઝ, યૂ ટ્યુબથી શિક્ષા પ્રાપ્ત કરી શકે છે.

 

ડિસ્ટન્સ લર્નિંગનું મહત્વ

ડિસ્ટન્સ લર્નિંગ સામાન્ય લોકો અને જે લોકો નોકરી કરતાં હોય છે તે લોકો પણ આ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આ શિક્ષણનું મહત્વ  છે કે તમે ગમે તે ઉમરે  આ શિક્ષણની તાલીમ લઈ શકે છે. આ શિક્ષણથી તમે પ્રમાણપત્ર પણ મેળવી શકો છો.

આ શિક્ષણનું મહત્વ એ પણ છે આર્થિક રીતે નફાકારક છે. ફીમાં પણ ઘણો ફેર આવી જાય છે. ઘણા વિધાર્થીઓને સરકારી પરીક્ષા માટે ભરપૂર મદદ કરે છે. વિધ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકે છે. નાના બાળકો કમ્પ્યુટરમાં પણ આગળ આવી શકે છે. ટાઈપિંગ સરળતાથી શીખે છે. જે વિધાર્થીઓ વિદેશની કોલેજ કે યુનિવર્સિટિમાં નથી જઈ  શકતા તે પોતના જ દેશમાં રહી ને શિક્ષા પ્રાપ્ત કરી શકે છે.

જે બાળકો કે વિધાર્થીઓ વિકલાંગ અથવા બીમાર છે તે લોકો માટે સૌથી ઊચી તક આ શિક્ષણ આપે છે. દેશમાં આજે છોકરીઓને બહાર જવા દેતા નથી ત્યારે આ શિક્ષણના મધ્યમથી પોતાના સપના પૂરા કરી શકે છે. કોરોના જેવી મહામારીમાં આ શિક્ષણ સૌથી ઉચ્ચ શિક્ષણ છે.

ડિસ્ટન્સ લર્નિંગ  તમને ફક્ત તમારી કુશળતાને અપગ્રડે કરવામાં જ નહીં, પણ તમને વધુ કમાવામાં પણ મદદ કરે છે. આ લર્નિંગથી દેશને પણ ડિજિટલ ટેકનિકમાં આગળ લઈ જાય શકે છે. આ શિક્ષણ મલ્ટીપલ કોર્સની તક આપે છે.

Loading...