વેકસીનેશનમાં વિઘ્ન: આરોગ્ય કર્મીઓએ શરૂ કરી હડતાલ

પડતર પ્રશ્ર્ને આજથી અચોક્કસ મુદતની હડતાલ કર્મચારીઓ રસી લેશે પણ નહીં અને દેશે પણ નહીં

સમગ્ર દેશની સાથે ગુજરાતમાં આગામી ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઇ રહ્યું છે. ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ પ્રકારે સજ્જ છે. જો કે વેક્સિનેશનની આ તૈયારી વચ્ચે મોટુ વિઘ્ન આવી પડ્યું છે. જે દિવસે વેક્સિન ગુજરાત આવશે તે દિવસે જ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે. માત્ર એટલું જ નહી કોવિડ-૧૯ અંતર્ગત આંદોલનના સમયગાળા દરમિયાન અસહકાર દાખવી તેઓ રસી લેશે પણ નહી અને આપશે પણ નહી.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની યાદી અનુસાર પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓના સંગઠને જણાવ્યું કે, સરકારને ૨૦ ડિસેમ્બર, ૨૦૧૮, ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ ના આવેદનપત્ર તથા ૧ જાન્યુઆરી ૨૦૨૧ની આંદોલનની લેખિત નોટિસ, ૨૭ ફેબ્રુઆરી ૧૦૧૯ અને ૨૫ ડિસેમ્બર ૨૦૧૯ તેમ બે હડતાળ અને તેના સમાધાન પત્રો હોવા છતાઅગ્ર આરોગ્ય સચિવ દ્વારા આજે (૧૧ જાન્યુઆરી ૨૦૨૧) બેઠકમાં કોઇ સાનુકુળ પ્રતિભાવ નહી મળવાનાં કારણે હવે આંદોલન જરૂરી બન્યું છે. જેથી સંગઠન દ્વારા નાછુટકે મહાસંઘને સરકાર સામે આંદોલન અંગેનો જડબેસલાક કાર્યક્રમ કરવાની ફરજ પડી છે.

જેથી આર યા પારના સંકલ્પ સાથે ઉગ્ર લડત જાહેર કરવામાં આવે છે. જેનું રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓએ પાલન કરવાનું રહેશે. આરોગ્ય કર્મચારીઓ ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ થી અચોક્કસ મુદ્દત માટે ગાંધીનગર ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી, સેક્ટર૬ ખાતે સવારે ૧૧થી ૪ વાગ્યા સુધી મર્યાદિત સંખ્યામાં હાજરી આપીને અસરકાર દાખવશે. જ્યાં સુધીતેમની માંગણીઓનો સંતોષજનક રીતે ઉકેલ નહી આવે ત્યાં સુધી આંદોલન યથાવત્ત રીતે ચાલુ રહેશે. સરકારનાં કોઇ પણ કાર્યક્રમમાં અસહકાર આપવામાં આવશે. જેથી હાલ પુરતુ કહી શકાય કે આ હડતાળ ન સમેટાય ત્યાં સુધી છતી રસીએ નાગરિકો રસી વગરનાં રહી શકે છે. જો હડતાળ સમેટાય તો રસીકરણ અભિયાન શરૂ થશે.

Loading...