Abtak Media Google News

આગામી છ માસમાં તમામ પેન્ડિંગ કેસનો નિકાલ લાવી ‘ઝીરો’ તુમાર કરવાનો ટારગેટ: કલેકટર ડો.ગુપ્તા

શિથીલ બનેલા રાજકોટ જિલ્લા કલેકટર તંત્રની શાસનધુરા ડો.રાહુલ ગુપ્તાના હાથમાં આવતાની સાથે જ છેલ્લા દોઢ મહિનામાં મહેસુલી તંત્ર રીતસર ધબકતુ થયું છે અને કામગીરી પણ ઝડપી બની હોવાની ગવાહી‚પે નવનિયુક્ત જિલ્લા કલેકટરે ૨૦૦ કેસોની સુનાવણી હાથ ધરી ૧૦૦ કેસોમાં તો ધડાધડ નિર્ણયો પણ આપી દીધા છે. કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, આગામી છ માસમાં ઝીરો તુમારના લક્ષ્યાંક સાથ તેઓ આગળ વધી રહ્યાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ઘણા દાયકાઓથી રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં અપીલ, રીવીઝન સહિતના કેસોનો મોટો ભરાવો થયો છે અને અંદાજે ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા કેસ ૧૯૯૧ થી લઈ અત્યાર સુધીના પેન્ડીંગ થઈ રહયાં છે. અગાઉના જિલ્લા કલેકટર દ્વારા મુદત ઉપર મુદત આપવાની કાર્યપ્રણાલી અપનાવી હોય પેન્ડીંગ કેસોનો આંકડો દીન-પ્રતિદિન મોટો થઈ રહ્યો હોય જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આવતા વેંત જ સપાટો બોલાવી પ્રત્યેક બોર્ડમાં ૬૦ થી ૬૫ કેસોની સુનવણી હાથ ધરવાનું શરૂ‚ કર્યું છે.

વધુમાં તુમાર નિકાલ ઝુંબેશ હાથ ધરવાને બદલે ઝીરો તુમારને લક્ષમાં રાખી જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ શરૂ‚ કરેલી ઝડપી અને અનોખી કેસ સુનાવણીના કારણે શ‚આતમાં તો લગત શાખાઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો પરંતુ મુશ્કેલી છતાં પેન્ડીંગ કેસોનો નિકાલ થઈ રહ્યો હોવાથી મહેસુલ અપીલ શાખા પણ જિલ્લા કલેકટરના આ અભિગમમાં દિવસ-રાત મહેનત કરી રહ્યું છે. જેના ફલ સ્વ‚પે છેલ્લા દોઢેક મહિનામાં ૧૯૯૧ થી લઈ અત્યાર સુધીના ૨૦૦ કેસોની સુનવણી શકય બની છે જે પૈકી ૧૦૦ કેસોમાં તો ધડાધડ નિર્ણય પણ લઈ લેવામાં આવ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.