Abtak Media Google News

ટેકાના ભાવે મગફળી ખરીદીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા  વેળાએ જ હડતાલ ઉપર ઉતરેલા વીસીઇ સામે તંત્ર કાર્યવાહીના મૂડમાં

રાજકોટમાં પોતાની વિવિધ માંગને લઈને છેલ્લા પાંચ દિવસથી હડતાલ ચલાવતા વીસીઈને છૂટ્ટા કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટના નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ હડતાલમાં જોડાયેલા વીસીઈને છૂટા કરવા આદેશ આપ્યો છે અને નવા વીસીઈની નિમણુક કરવા તાલુકા વિકાસ અધિકારીને આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનિય છે કે રાજ્યમામાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ. ત્યારથી ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેરો રાજ્યભરમાં હડતાલ પર છે. પોતાની વિવિધ પડતર માંગણીને લઈને તેઓ હડતાલ ચલાવે છે. આ હડતાલથી મગફળી રજીસ્ટ્રેશનની પ્રક્રિયાના અસર થઈ છે. ખેડુતોને હાલાકી વેઠવી પડે છે. ખેડૂતોએ છેક માર્કેટિંગ યાર્ડ સુધી મગફળી રજીસ્ટ્રેશન માટે ધક્કો ખાવાનો વારો આવે છે. ત્યારે રાજકોટના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહિલે હડતાલમાં સામેલ વીસીઈને છુટ્ટા કરી નવી નિમણુક કરવાનો આદેશ આપ્યો છે.

અમે મક્કમતાથી હડતાલ ચાલુ જ રાખીશું :  વીસીઇ સંગઠન

વીસીઇના સંગઠનના અગ્રણી વિષ્ણુભાઈએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીના આદેશની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે તંત્ર ભલે છુટા કરે પણ અમે અમારા હક્કને મેળવવા માટે મક્કમતાથી હડતાલ ચાલુ રાખશી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.