Abtak Media Google News

ત્રિપલ તલાક બિલ પર ગુરુવારે લોકસભામાં ચર્ચા થશે. ભાજપે તેમના સાંસદોને વ્હિપ જાહેર કરીને સદનમાં હાજર રહેવા કહ્યું છે. સરકારે ગુરુવારે જ આ બિલ લોકસભામાં પાસ કરીને આવતા અઠવાડિયે રાજ્યસભામાં રજૂ કરવા માગે છે. સરકારને આશા છે કે, આ બિલ આ સત્રમાં રાજ્યસભામાંથી પાસ થઈ જશે. કારણ કે નવા બિલમાં વિપક્ષની માંગણીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.

સરકારે ત્રિપલ તલાકને આરોપ સાબીત કરતું એક અધ્યાદેશ સપ્ટેમ્બરમાં પસાર કર્યો હતો. તેનો સમયગાળો 6 મહિનાનો હતો. પરંતુ તે દરમિયાન સંસદ સત્ર આવી જાય તો સત્ર શરૂ થયાના 42 દિવસની અંદર અધ્યાદેશને બિલમાં રિપ્લેસ કરવાનો હોય છે. હાલનું સંસદ સત્ર 8 જાન્યુઆરી સુધી ચાલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.