Abtak Media Google News

ધારી ગીર પૂર્વમાં ૨ સિંહોના અને ખાંભા- પીપળવા રાઉન્ડમાં સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો : બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન એક સિંહનું મોત

૨૪ કલાકમાં ચાર સાવજોના મોતી વન વિભાગમાં દોડધામ

ધારી ગીર પૂર્વમાં ૨ સિંહોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ખાંભા પીપળવા રાઉન્ડના ડંકીવાળા વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. તેમજ સાવરકુંડલાના મિતીયાળા અભ્યારણમાંથી કોહવાયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે.

એક જ દિવસમાં સિંહોના ચાર-ચાર મૃતદેહ મળી આવતા સિંહપ્રેમીઓમાં દુ:ખની લાગણી જોવા મળી રહી છે.

રાજુલાના કોવાયા ગામી રેસ્ક્યુ કરાયેલા સિંહનું બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

૨૪ કલાકમાં ચાર-ચાર સિંહોના મોતી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્ળે પહોંચી મૃતદેહોને પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યા છે. તેમજ સિંહોના મોતનું કારણ પણ અકબંધ છે. વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

એશિયાટિક સિંહોના સંવર્ધન માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ સિંહોની જાળવણી યોગ્ય રીતે ન થતી હોવાની ચર્ચા લોકોમાં થઇ રહી છે.

એશિયાટિક સિંહો પર ફરી આફત આવી કે શું? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.