Abtak Media Google News

જાહેરનામાનો ભંગ કરનારને ૧ માસની જેલ અને રૂ.૧૦૦૦નો દંડ

ગીર સોમનાથ જિલ્લામાં આગામી તહેવારો અને જિલ્લાના વેરાવળ/પ્ર. પાટણ, કોડીનાર તથા ઉના કોમી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય ઉપરાંત જિલ્લામાં આગામી સમયમાં તહેવારો આવનાર હોય ત્યારે તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થાં જાળવાઇ રહે તે હેતુથી સમગ્ર જિલ્લામાં અધીક જિલ્લા મેજસ્ટ્રેટ ડો.બી.એસ.પ્રજાપતિને મળેલ સત્તા ની રૂએ પ્રતિબંધાત્મ્ક આદેશ જારી કરેલ છે. જે અંતર્ગત શસ્ત્ર દંડા, તલવાર, ભાલા, ચપ્પુા, લાકડી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઇ શકે તેવી બીજી કોઇ ચીજો લઇ જવી નહીં. પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેંકવા અથવા નાખવામાં ઉપયોગી હોય તેવા યંત્રો અથવા સાધનો લઇ જવા એકઠા કરવા તથા તૈયાર કરવા નહીં. વ્યકિતઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં. અપમાન કરવા અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેર બિભત્સ સુત્રો પોકારવા નહીં. અશ્લીલ ગીતો ગાવા નહીં., જેનાથી સુરુચીનો અને શાંતીનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં.

તેવા હાવભાવ કરવા નહીં તેવી ચેષ્ટા કરવી નહી, તથા ચિત્રો, પ્લે કાર્ડ અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુઓ કરવી નહીં. આ જાહેરનામાના કોઇ ખંડનો ભંગ કરનાર સામે પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે. અને ગુન્હોક સાબીત થયે એક માસની સાદી કેદ અથવા રૂ.૧૦૦૦ દંડ અથવા બન્ને સજા થઇ શકે છે. આ જાહેરનામુ તા.૨૩/૧૦થી દિન-૩૦ સુધી અમલમાં રહેશે.

સભા-સરઘસબંધીનો આદેશ

ગીર સોમનાથ જિલ્લાઓમાં આગામી તહેવારો અને જિલ્લાના વેરાવળ/પ્ર. પાટણ, કોડીનાર તથા ઉના કોમી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય ઉપરાંત જિલ્લામાં આગામી સમયમાં તહેવારો આવનાર હોય ત્યારે તમામ સ્તંરે કાયદો અને વ્યવસ્થો જળવાય રહે તે હેતુથી કોઇપણ સભા કે સરઘસ વગર પરવાનગીએ ના કાઢે તે માટે સમગ્ર જિલ્લામાંં અધીક જિલ્લા મેજસ્ટ્રેટ ડો.બી.એસ.પ્રજાપતિને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધાત્મક આદેશ જારી કરેલ છે. આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષણ મંડળીઓ, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતને, કોઇ લગ્નમનાં વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમાં જોડાનાર વ્યીક્તિઓને, સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી લઇને તેમને લાગુ પડશે નહિં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.