ગુજરાતી લોકવાર્તાઓને ફિલ્મ માધ્યમથી વૈશ્ર્વિક સ્તરે લઇ જશે દિગ્દર્શક હારિત ઋષિ

જાણીતા દિગ્દર્શક હારિતઋષિ તાજેતરમાં જ ઈન્ટરનેશનલ શૂટ કરીને રાજકોટ આવ્યા બાદ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. વિવિધ દેશના કલાકારો અને ટેકનિશ્યન્સને લનેે દુબઇના વિખ્યાત લોકેશન્સ પર શૂટ કર્યું છે જે ડિજિટલ માધ્યમથી પ્રસારિત થશે.એક સાંજે મિત્ર અને ગુજરાતી અને મરાઠી ફિલ્માના જાણીતા પ્રોડ્યૂસર મયુરધ્વજ સિંહ જાડેજા સાથે ગુજરાતી ફિલ્મો માં સારી ગુણવત્તા વાળી ફિલ્મો કેમ નથી બનતીની ચર્ચા કરતા કરતા એક એવો વાર્તા વિષય રજુ કર્યો કે જેમાં કોઈ ને પેઇન્ટિંગ ની ધૂન હોય કે કોઈ ને નૃત્ય ની ધૂન હોય એમ એક એવો ધૂની છોકરો કે જેને ધીરુભાઈ અંબાણી જેવું બનવું છે અને એ પણ શોર્ટ કટ થી તો એની કેવી હાલત થાય એવી પ્રેરણા આપતી ફિલ્મ બનાવાની શ‚આત કરી. મુંબઈથી ૧૨૫ લોકો ના કૃ અને ગોલમાલ ફેમ વ્રજેશ હીરજી,જયકા યાજ્ઞિક, રિતેશ મોભ, આશિષ ભટ્ટ જેવા કલાકારોને લઇને આપણે તો ધીરુભાઈ બનાવી જે ત્રણ મહિના થિએટર માં ચાલી અને ડિજિટલ માધ્યમ માં તો ૫૦લાખથી પણ વધુ વાર જોવાઈ, તે પછી લગાન ફેમ આદિત્ય લાખિયા અને આરજે શીતલને લઇને ભેટ ધેમ પ્લે બનાવી કે જે દેશ વિદેશના અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઇ અને સરાહના પામી . તેમની આગામી ગુજરાતી ફિલ્મના માટે તેમને ઇટાલી અને લોસ એન્જલ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ સ્ક્રીનપ્લેના એવોર્ડ મળ્યા છે કે જે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે તો સૌ પ્રથમ જ છે પણ કદાચ ભારત માં પણ કોઈને મળ્યો હોય. ભવિષ્યમાં તેઓ ગુજરાત અને મુંબઈ ના પ્રોડ્યુસર સાથે રહી ને ગુજરાતી લોક વાર્તાઓ ને ફિલ્મો અને વેબ સિરીઝના માધ્યમ થી વૈશ્વિક સ્તરે લઇ જવાની નેમ ધરાવે છે. આ વિષે વધુ માહિતી માટે ૯૧ ૭૯૮૪૬ ૯૮૯૬૫ પર સંપર્ક કરવા વિંનતી છે.

Loading...