Abtak Media Google News

સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને રાજકોટ અને મોરબી બંને જિલ્લાની કેન્દ્ર પુરસ્કૃત ૨૬ યોજનાના કામોની કરાઈ સમીક્ષા

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો.ઓર્ડી.એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા)ની મીટીંગ સાંસદ મોહનભાઇ કુંડારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી.

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા રચાયેલા દિશાની મીટીંગમાં રાજકોટ અને મોરબી જિલ્લાના વિવિધ વિભાગોના અમલકરણ અધિકારીઓએ કેન્દ્ર પુરસ્કૃત વિવિધ ૨૬ યોજનામાં થયેલા કામો અને પ્રગતિની વિગતો રજૂ કરી સાંસદના માર્ગદર્શન હેઠળસર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.  આ મીટીંગમાં સાંસદ એ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ગ્રામ્ય વિકાસના જે કામોમાં એજન્સીઓની મેઇન્ટેન્સની જવાબદારી છે અને તે કામોમાં જરૂરી મેઇન્ટેન્સ એજન્સીઓ દ્વારા કરવામાં ન આવતુ હોવાનું જયાં માલુમ પડે ત્યાં ફરજીયાત તેની પાસે કામો કરવામાં આવે અને જ રૂર પડે તેની જમા ડીપોજીટમાંથી કામો કરાવી અને તેની જવાબદારી નક્કી કરવી જોઇએ. રાજકોટ અને મોરબી પંચાયત માર્ગ-મકાન વિભાગને આ બાબતે સુચના આપી હતી.

કેન્દ્ર સરકાર તમામ ખેડૂત ખતેદારોને કિશાન ક્રેડીટ કાર્ડ અંતર્ગત રાજ્ય સરકારના સંકલન હેઠળ વ્યાજ મુકત ધિરાણનો લાભ આપવા માંગે છે.

આ ઝુંબેશમાં પાત્રતા ધરાવતા તમામને લાભ મળે તે માટે લીડ બેંકના મેનેજર, ખેતીવાડી અધિકારીઓને જણાવ્યું હતું. રાજકોટ અને મોરબી જિલ્લામાં ઉજ્જવતા યોજનાની ૧૦૦ ટકા કામગીરી કરવામાં આવી છે તેની પણ માહિતી આપવામાં આવી હતી.  સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ચાલુ વર્ષ રાજકોટ જિલ્લામાં નવા ૪૯૫૦ શૌચાલય બનાવવામાં આવશે તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની નિયામક શ્રી જે.કે.પટેલે જણાવ્યું હતું.

આ બેઠકમાં મહાત્માગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના, શ્યામ,પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન, દિન દયાળ ઉપાધ્યાય ગ્રામ્યની કૌશલ્ય યોજના, નેશનલરૂરલ લાઇવલીહુડ મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), અટલ મિશન રેજયુનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોમેશન સ્માર્ટ સીટી મિશન, પ્રધાનમંત્રી ફસલ વિમા ગ્રામ  સડક યોજના, ઇ ગ્રામ યોજના સંકલિત બાળ વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી યોજના, અને ઇ રાષ્ટ્રીય કૃષિ બજારો અંતર્ગત થયેલ કામગીરી અને બાકી રહેતી કામગીરી સત્વરે કરવા જણાવાયું હતું. આ બેઠકમાં મોરબીના કલેક્ટર જે.બી.પટેલ, મોરબીના ડી.ડી.ઓ એસ.એમ.ખટાણા, રાજકોટના ડી.ડી.આ અનીલ રાણાવસીયા, અધિક કલેક્ટર પરિમલ પંડયા, નિયામક ડી.આર.ડી.એ જે.કે.પટેલ, જાડેજા તેમજ બન્ને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.