Abtak Media Google News

બોલિવુડની પ્રખ્યાત એક્ટ્રેસ દિપીકા પદુકોણના પિતાએ બંને પુત્રીઓને લખેલો પત્ર હવે ગુજરાતના ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમનો ભાગ બની ચુક્યા છે. ગુજરાત બોર્ડના ધોરણ-૧૨ અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી પ્રથમ ભાષાના પુસ્તકમાં આ લેટરનો સમાવેશ કરાયો છે. ફેમિલિ બોન્ડિંગ અને હ્યુમન વેલ્યૂઝનું મહત્વ સમજાવતા આ પ્રકરણમાં દિપીકા પદુકોણના પિતાના પત્રનો સમાવેશ કરાયો છે. ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ૨૦૧૭માં ધોરણ-૧૨ કોમર્સના પુસ્તકમાં ફેરફાર કર્યો હતો અને નવો અભ્યાસક્રમ અમલી બનાવ્યો છે, જેના ભાગરૂપે આ પત્રનો સમાવેશ કરાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

હાલમાં ધોરણ-૧૨ કોમર્સના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અંગ્રેજી પ્રથમ ભાષાના પુસ્તકમાં દિપીકા પદુકોણને તેના પિતાએ લખેલા પત્રને લઈ ભારે ઉત્સાહીત જોવા મળે છે. દિપીકાના પિતાએ તેની પુત્રી દિપાકી પદુકોણ અને અનિષા પદુકોણને ઉદ્દેશીને એક પત્ર વર્ષ પહેલા લખ્યો હતો. આ પત્રનો હવે રાજ્યના પાઠ્ય પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અંગ્રેજીના પુસ્તકમાં યુનિટ-૪માં આ આખેઆખો પત્ર છાપવામાં આવ્યો છે અને તેના થકી વિદ્યાર્તીઓને ફેમેલી બોન્ડિંગ અને હ્યુમન વેલ્યૂઝ શિખવવાનો પ્રયાસ કરાયો છે.

ગતવર્ષે દિપીકા પદુકોણને પીકુ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ પિતા અને પુત્રીના સંબંધ પર હતી. એવોર્ડ લેવા માટે દિપીકા પદુકોણ જ્યારે સ્ટેજ પર ગઈ ત્યારે તેણે સ્ટેજ પર તેના પિતા પ્રકાશ પદુકોણે તેને ઉદ્દેશીને લખેલો પત્ર વાંચ્યા બાદ તે ભાવુક થઈ ગઈ હતી. આ પત્ર તે વખતે ખાસ્સી ચર્ચામાં રહ્યો હતો અને પિતા-પુત્રીના સંબંધ પર લખાયેલા પત્રએ ફિલ્મ જગતમાં ભારે ખ્યાતી મેળવી હતી. ત્યાર બાદ પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ચાલુ વર્ષથી અભ્યાસમાં મુકેલા નવા અભ્યાસક્રમમાં આ પત્રનો સમાવેશ કરતા દિપીકા પદુકોણ ઉત્સાહીત થઈ ગઈ હતી. દિપીકા પદુકોણના પિતાએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, બાળકોએ પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે પોતે જ મહેનત કરવી જોઈએ, તેમણે એ વાતની રાહ ન જોવી જોઈએ કે કોઈ તેમના માટે સફળતા લઈને આવે. આજે પણ તુ જ્યારે ઘરે આવે છે ત્યારે પોતાનું બિસ્તર જાતે જ કરે છે અને ખાવાનું પણ જાતે જ લે છે. તુ ક્યારેક વિચારતી હશે કે અમે તને એક સ્ટાર માનવા કેમ તૈયાર નથી, તો એ એટલા માટે કે, તુ અમારા માટે પુત્રી પહેલા અને ફિલ્મ સ્ટાર પછી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.