Abtak Media Google News

૨૭ ઓગષ્ટે ૪૫માં ચીફ જસ્ટીસ તરીકે રાષ્ટ્રપતિ કોવિંદની હાજરીમાં શપથ ગ્રહણ

કેન્દ્ર સરકાર દ્વારા જસ્ટીસ દિપક મિશ્રાને આગામી ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે. જસ્ટીસ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે. જસ્ટીસ જે.એસ.ખેહર આગામી ૨૭ ઓગષ્ટે રીટાયર્ડ થવાના છે. તેમણે મિશ્રાના નામથી ભલામણ તેમની સફળ કારકિર્દીના કારણે તેમને ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા બનાવવા માટે ભલામણ કરી હતી.

જસ્ટીસ મિશ્રાને ૪૫માં ચીફ જસ્ટીસ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ૨૭મી ઓગસ્ટના રોજ શપથ ગ્રહણ કરવામાં આવશે. ૬૩ વર્ષની વયના આ ચીફ જસ્ટીસ સુપ્રિમ કોર્ટના ખેહર બાદના સૌથી સિનીયર ન્યાયધીશ છે. ચિફ જસ્ટીસ તરીકે નિમણૂંક પામનાર ઓરિસ્સાના ત્રીજા વ્યકત બનશે.

આ અગાઉ ઓરિસ્સાના રંગનાથ મિશ્રા અને જી.બી.પટનાયક ઓરિસ્સાના વતની હતા કે જેઓ ચીફ જસ્ટીસ તરીકે સેવા આપી ચુકયા છે. જસ્ટીસ મિશ્રા આગામી ૨ ઓકટોબર ૨૦૧૮ના રોજ નિવૃત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.