અયોધ્યામાં દીપોત્સવઃ સાઉથ કોરિયાના ફર્સ્ટ લેડી અયોધ્યામાં

57

 દેશમાં રામ મંદિર નિર્માણને લઈને જોવા મળતી ચર્ચા વચ્ચે મંગળવારે અયોધ્યામાં દીપક પ્રગટાવી શણગારવામાં આવશે. ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથની આગેવાનીમાં આજે અયોધ્યામાં ઐતિહાસિક દીપોત્સવ મનાવવામાં આવશે. આ ભવ્ય આયોજનના સાક્ષી દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જંગ સૂક રહેશે. સૂક પણ અયોધ્યા પહોંચી ગયા છે.

મંગળવારે બપોરે અયોધ્યામાં ઝાંકી કાઢવામાં આવી. રામાયણના ગેટઅપમાં અયોધ્યાના રસ્તા પર ઝાંકી કાઢવામાં આવી. પૂરાં રસ્તામાં લોકોએ સ્વાગત કર્યું. આ દરમિયાન હજારોની ભીડ રસ્તા પર ઉતરી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અયોધ્યા પહોંચ્યા. યોગી આજે અહીં મોટી જાહેરાત કરી શકે છે.

યોગી અને કિમ જંગ સૂક પહોંચ્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં. આ દરમિયાન યોગીએ કહ્યું કે કિમ જંગ સૂકના આવવાથી મને ઘણી ખુશી થઈ છે. યોગીએ કહ્યું કે આજે આપણાં બધાં માટે મોટો મહોત્સવ છે. અયોધ્યાને અમે નવી ઉંચાઈએ લઈ જઈશું.

Loading...