ડિયોનો ઉપયોગ બની શકે છે જીવલેણ…..

deo
deo

લોકો રોજીંદા જીવનમાં ડિયોડ્રિન્ટનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને શિયાળામાં નહાવા કરતા તો ડિયો જ સારુ આમ માની કેટલીક બોટલો ખાલી કરતા હોય છે. ફક્ત જુવાનીયા જ નહીં પરંતુ બાળકોને પણ ડિયો લગાડવાનો ચસ્કો લાગ્યો છે. પરંતુ તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થશે. કારણ કે ડિયો ડેન્ટ્રમાં સિન્થેટિકની સાથે સાથે ઘણાં પ્રકારના રસાયણો ભરેલા હોય છે. તો ઘણાં ડિયોમાં ઝેર પણ નાંખેલું હોય છે. તેનાથી બચવુ જોઇએ. તમને જણાવી દઇએ કે ડિયોમાં ઘણાં ખતરનાક કેમિકલ મળેલાં હોય છે. જે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી જો તમને પણ મોંઘા ડિયો લગાવવાનાો શોખ હોય તો સાવધાન, કારણ કે તેના એલ્યુનિનિયમ તમારા માટે જીવલેણ બની શકે છે.

જ્યારે તમે તૈયાર થાય છો ત્યારે શરીરના ઘણાં અંગોમાં ડિયો લગાવો છો. જેમ કે સ્ત્રીઓ પોતાની છાતીમાં ડિયો લગાવે તો તેનાથી સ્તન કેન્સરની સંભાવના વધે છે. આ ઉપરાંત તે પ્રોસ્ટેટ કેન્સર અને અલ્ઝાઇમર પણ થઇ શકે છે. માટે ડિયો લગાવતા કે ઉપયોગમાં લેતા પહેલા તેમા નિશ્ર્ચિત કેમિકલ રસાયણો વિશેની જાણકારી મેળવી લેવી. કારણ કે ડિયો લગાવવાથી શરીરમાં સુંગધ તો આવે જ છે. સાથે સાથે ગંભીર બિમારીઓ પણ લાવે છે. માટે ડિયો તમારા માટે જીવલણે ન બને તેની તકેદારી લેવી.

Loading...