Abtak Media Google News

પ્રવર્તમાન સમયમાં સૌના ચહેરા પર ચિંતા તથા ચિંતન જોવા મળી રહ્યા છે.ત્યારે સૌ કલાકારો પણ સોશ્યલ મીડીયા દ્વારા પોતાની કલા રજૂ કરનિ સૌને હળવા કરી રહ્યા છે.

કોરોનાની ભયાવહતા હળવી કરવા રાજકોટનાં કલાકાર દિનેશ બાલાસરા એ નવતર નુસ્ખો અજમાવ્યો છે. સૌ હળવા મૂડમાં આવી શકે તે માટે રાજકોટના મીમીક્રી અને મ્યુંઝિકલ આર્ટીસ્ટે સોશ્યલ મીડીયા મારફત ગીત અને રમુજો જેવી અનેક આઈટમો વહેતી કરીને સુંદર પ્રયાસ કરેલ છે.

‘ફૈલા દેશોમે આજ કોરોના વાઈણસ (મન્નાડે ફેઈમ) કોરોના સે બચકે રહો (કિશોરકુમાર ફેઈમ), એ મેરે વતન કે લોગો મેરી બાત સુનો તુમ સબ (લત્તાજી ફેઈમ) વિગેરે જેવા ગીતો તેમણે ઘેર બેઠા વગર સ્ટુડિયોની સુવિધામાં આગવી સુઝથી કોમ્પ્યુટરઅને મોબાઈલનાં ઉપયોગથી રજૂ કરેલ છે.

ગીત ઉપરાંત વિવિધ કલાકારનાં ડાયલોગ, અવાજની મીમીક્રી આઈટમો પણ રજૂ કરેલ છે. રેડિયો ઉર્દુ સર્વિસ સાથે તેમને યુટયુબ ચેનલ ઉપર પણ આ ગીતો મીમીક્રી માણી શકાય છે. લોકડાઉનમાં મુંઝાઈ ગયેલ લોકો મનોરંજન મેળવીને હળવા ફૂલ થાય તેવો મારો હેતુ છે. તેમ દિનેશ બાલાસરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવેલ છે. વર્લ્ડ રેડિયો સર્વિસ, રોડિયો ઓસ્ટ્રેલિયા અને રેડિયો અમેરીકા પણ ભારતીયોના મનોરંજન માટે દરરોજ દિનેશ બાલાસરાની બનાવેલી આઈટમો પ્રસારીત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.