Abtak Media Google News

૮૭માં એરફોર્સ-ડેની ઉજવણી કરાઈ: ૬૫૦૦ મુલાકાતીઓએ નિહાળ્યો એર-શો

૮૭માં એરફોર્સ ડેની ઉજવણીનાં યાદગાર પ્રસંગનાં ભાગરૂપે વડોદરાનાં એર ફોર્સ સ્ટેશનમાં ભારતીય વાયુદળનાં એમ્બેસેડર્સ સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અને ભારતીય વાયુદળની આકાશ ગંગા ટીમે સ્કાય ડાઇવિંગ દ્વારા રંગીન અને દિલધડક એરોબેટિકનું પ્રદર્શન કર્યું હતું. આ ડિસ્પ્લેમાં ભારતીય વાયુદળનાં સ્પેશ્યલ ઓપરેશન ગરુડ કમાન્ડોએ એએન-૩૨ વિમાનમાંથી એન્જિન રનિંગ ઓપરેશન્સ હાથ ધર્યું હતું. નો યોર એરફોર્સની થીમ પર ભાર મૂકીને વડોદરાનાં એરફોર્સ સ્ટેશને ફાયટર, ટ્રાન્સપોર્ટ અને હેલિકોપ્ટર, મિસાઇલ સિસ્ટમ્સ અને રડાર શોનું પ્રભાવશાળી સ્થિર પ્રદર્શનનું પણ આયોજન કર્યું હતું, જેમાં ભારતીય વાયુદળનાં વિવિધ પ્રકારનાં યુદ્ધવાહકો પણ સામેલ હતાં.

ઉજવણીનો પ્રારંભ આકાશ ગંગા ટીમે સ્કાય ડાઇવિંગ કર્યું હતું, જેમાં પેરાટ્રૂપર્સે કલાકદીઠ ૧૨૦ માઇલની સ્થિર ઝડપે તેમનાં પેરાશૂટ ખોલીને ૮૦૦૦ ફીટની ઊંચાઈ પરથી કૂદકો મારીને સૌથી રોમાંચક સ્પોર્ટનું પ્રદર્શન કર્યું હતું. તેમણે જમીન પર સચોટ ઉતરાણ કરવા ઓછી ઊંચાઈ પર તેમનું પેરાશૂટ ખોલતાં અગાઉ હવામાં વિવિધ ફ્રી હેન્ડ એક્રોબેટિક ડ્રિલ્સ પર્ફોર્મ કરી હતી. પછી એએન-૩૨એ એસોલ્ટ લેન્ડિંગ હાથ ધર્યું હતું, જેમાં ગરુડ કમાન્ડોએ બિહાઇન્ડ એનિમી લાઇન ઓપરેશન કર્યું હતું.

Screenshot 1 4 1

કાર્યક્રમનું મુખ્ય પાસું સારંગ દ્વારા એરોબેટિક ડિસ્પ્લે હતું, જેનો અર્થ સંસ્કૃત ભાષામાં મોર થાય છે, જે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. ભારતીય વાયુદળની ચાર એએલએચ ડિસ્પ્લે ટીમે સારંગનું પ્રદર્શન કર્યું હતું. આ ટીમનું નેતૃત્વ ગ્રૂપ કેપ્ટન એસ એ ગડરેએ કર્યું હતું. ટીમ ૦૪ ચમકતા પેઇન્ટ

કરેલા ધાતુઓનાં પક્ષીઓની સાતત્યપૂર્ણ એરિયલ બેલેટ પ્રદર્શિત કર્યું હતું, જેનો આકાર મોર જેવો હતો.

મુલાકાતીઓને ભારતીય વાયુદળની કારકિર્દીમાં સંભવિતતા અને નાગરિક સત્તામંડળોને સહાયમાં એની ભૂમિકા તથા યુદ્ધ દરમિયાન દેશની સુરક્ષામાં એની કામગીરીની માહિતી પબ્લિસિટી સ્ટોલ, મૂવી સ્ક્રીનિંગ અને વાયુદળનાં સૈનિકો સાથે વાતચીત દ્વારા આપવામાં આવી હતી.

Screenshot 3 8

ઉત્સાહી મુલાકાતીઓ ડિસ્પ્લે એરિયામાં ધસી જતાં એર ફોર્સ સ્ટેશન જીવંત થઈ ગયું હતું. આ શો આશરે ૬૫૦૦ મુલાકાતીઓએ નિહાળ્યો હતો, જેમાં શાળા અને કોલેજનાં વિદ્યાર્થીઓ, સેનાનાં અધિકારીઓ, એનઆરડીએફ, પોલીસ અને વહીવટીતંત્રનાં અધિકારીઓ અને તેમનાં પરિવારજનો સામેલ છે. આ શોમાં મોટી સંખ્યામાં વડોદરાનાં શાળા/કોલેજનાં વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સની ભાગીદારી જોવા મળી હતી. ડિસ્પ્લેએ યુવાનોને એર ફોર્સની પ્રાથમિક જાણકારી આપી હતી તથા તેમને ભારતીય વાયુદળનાં સૈનિકનાં જીવન અને કાર્ય વિશે જાણકારી આપી હતી. તેમની સર્વિસ અધિકારીઓ સાથેની વાતચીત તથા વિમાન, ઉપકરણ અને માળખાની મૂળભૂત જાણકારી લાંબા ગાળે યુવાનોને પ્રોત્સાહન આપશે અને તેમને રાષ્ટ્રીય સુરક્ષા વિશે વધારે જાગૃત બનાવશે, જે રાષ્ટ્રનિર્માણ માટે મહત્ત્વપૂર્ણ પરિબળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.