Abtak Media Google News

સોસાયટીના રહેવાસીઓની વારંવાર રજૂઆત બાદ મનપાએ શરૂ કર્યુ સમાર કામ

રાજકોટની શાન ગણાતી રૈય રોડ પર આવેલ આમ્રપાલી ફાટકનું ઓવર બ્રીજનું કામ છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યું છે. ત્યારે રસ્તો બંધ હોવાથી તેનું ડાયવર્ઝન બાજુમાં આવેલી ધ્રુવ સોસાયટીમાંથી કાઢવામાં આવેલ છે. સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ પાઇપની કામગીરીને લઇ ધ્રુવનગર સોસાયટીમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. અને ચોમાસાની સીઝનને કારણે ધ્રુવનગરમાં ખોદકામ કરેલું હોવાથી ખાડા પડી જવા પામ્યા હતા. અને રસ્તાની ખરાબ હાલત થઇ હતી. જેનાથી રસ્તામાં પાણી ભરાયા હતા તેમજ વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે.

ચોમાસાની ઋતુને કારણે ધ્રુવનગરના રસ્તાનું ખોદકામ બાદ બુરાણમાં ખોડા પડવાથી તેમાં પાણી ભરાય છે અને તેના કારણે બીમારી ફેલાવવાની શકયતાઓ પણ વધવા પામી છે. ત્યારે વાહન ચાલકોને પણ ત્યાં વાહન ચલાવવામાં પણ ખુબ હાલાકી થઇ રહી છે. અવારનવાર ટુ વ્હીલર સ્લીપ થતાં હોય છે.

Vlcsnap 2020 07 18 12H53M52S181

સ્થાનીકો દ્વારા રજુઆત કર્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રસ્તો રીપેરીંગ કરવાનું કામકાજ શરુ કરવામાં આવ્યું છે. ધ્રુવ સોસાયટીના રહેવાસીઓ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશન ને અવાર નવાર રજુઆત કરવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ જવાબ આપતા નથી. અંતે અહીં કામ શરૂ થયું છે જે સારૂ છે. વાહન ચાલકોને રસ્તો ખરાબ હોવાથી ખુબ મુશ્કેલીઓ પડે છે. અહીં રસ્તાઓમાં પાણી ભરાતા હોવાથી અમને ખુબ હાલાકી ભોગવવી પડે છે. અવાર નવાર અમે બીમાર પડતા હોય છીએ. ત્યારે જો આવનારા સમયમાં વરસાદનું પાણી ઘરમાં ધુસે તો ડાયવઝનનનો રસ્તો બંધ કરી દેવાની ચીમકી પણ આપી હતી. ધ્રુવ સોસાયટીમાં ડાયવર્ઝન રોડ નીકળતો હોવાથી ત્યાં વાહનોની અવર જવરમાં વધારો થયો હતો. ત્યારે સ્થાનીકો દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નરને તે રસ્તો વન-વે કરવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી. જો રાજકોટ પોલીસ દ્વારા હકારાત્મક અભિગમ રાખી ટુંક સમયમાં રસ્તો વન-વે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ધ્રુવ સોસાયટીમાં પાણીની લાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું જેના કારણે તે રસ્તોની હાલત ખરાબ થઇ જવા પામી હતી. સ્થાનિકો દ્વારા રજુઆત કરાયા બાદ રાજકોટ મહાનગપાલિકા દ્વારા યુઘ્ધના ધોરણે માટી પથ્થર નાખી રસ્તો સરખો કરવાની કામગીરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.