Abtak Media Google News

રેસકોર્સ ગાર્ડન પ્રત્યે રાજકોટવાસીઓને અનેરો લગાવ: ન્યુ રાજકોટમાં વોર્ડ નં.૧૦માં સૌથી વધુ અધધ ૨૧ બગીચાઓ: ઉનાળાની સિઝનમાં રાત પડે અને બગીચાઓમાં જાણે દિવસ ઉગ્યો હોય તેવો માહોલ

વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતા ૨૩મુ સ્થાન ધરાવતા અને હવે સ્માર્ટ સિટી બનવા તરફ દોડ લગાવી રહેલા સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના ૧૨૮ બગીચાઓ રળીયામણા બનાવી રહ્યા છે. ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમીમાં દિવસભર સેકાયા બાદ શહેરના બગીચાઓમાં રાત્રીના સમયે જાણે સુરજ ઉગ્યો હોય તેવો માહોલ જોવા મળે છે. શહેરમાં ૧૨૮ બગીચાઓ તો છે પણ સૌથી મોટી આશ્ર્ચર્યની વાત એ છે કે વોર્ડ નં.૧૧ અને ૧૨માં સમ ખાવા પુરતો એક પણ બગીચો આવેલો નથી જે રાજકોટ માટે સોનાની થાળીમાં લોઢાના મેખ સમાન છે.

સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ફરજ લોકોને સુવ્યવસ્થિત રોડ, રસ્તા, લાઈટ, પાણી, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધા આપવાની હોય છે. તેવું માનવામાં આવે છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા આ તમામ જવાબદારી સાથે શહેરીજનોનું જીવન આનંદમય બને તે બાબત પર પણ પુરતુ ધ્યાન આપે છે. જેની પ્રતિતિ શહેરની શોભા વધારી રહેલા ૧૨૮ બગીચાઓ છે.તમામ બગીચા પૈકી રાજકોટવાસીઓને જો કોઈ બગીચા પ્રત્યે અનેરો લગાવ હોય તો તે છે રેસકોર્ષનો બગીચો. અહી વર્ષના ૩૬૫ દિવસ સહેલાણીઓ જોવા મળે છે. ઉનાળામાં બગીચામાં લોકો ઉમટી પડે તે વાત સ્વાભાવિક છે પરંતુ રાજકોટના રેસકોર્ષના બગીચામાં શિયાળાની કડકડતી ઠંડી અને ચોમાસાની સીઝનમાં ઝરમરિયા વરસાદમાં પણ લોકો નજરે પડે છે. શહેરના વોર્ડ નં.૧૦ને બગીચાવાળા વોર્ડની ઉપમા આપવામાં આવે તો તેમાં જરા પણ અતિશોયકિત નથી. કારણકે વોર્ડ નં.૧૦ના એક, બે નહીં પુરા ૨૧ બગીચાઓ આવેલા છે.

બગીચાઓની જાળવણી માટે મહાપાલિકા દ્વારા વર્ષે દહાડે લાખો ‚પિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ શહેરીજનોની બેદરકારીના કારણે બગીચાઓની દુર્દશા થઈ જાય છે. જીવદયા પ્રેમીઓ સવાર સાંજે બગીચાઓમાં કિડીયારુ પુરવા આવે છે. આ પ્રવૃતિ સારી છે પરંતુ તેનાથી બગીચાના ઈન્ફ્રાસ્ટ્રકચરને નુકસાની થાય છે. અલગ-અલગ વોર્ડમાં ટીપી સ્કીમ અંતર્ગત મહાપાલિકાની પ્રાપ્ત થયેલી જમીનમાં અનેક પ્લોટ બગીચા બનાવવાના હેતુ માટે અનામત રાખવામાં આવ્યા છે. જયાં આગામી દિવસોમાં વધુ બગીચા બનાવવામાં આવશે.

દુવિધાઓમાંથી આનંદ ઉઠાવવો અને છતા કોઈને ફરિયાદ ન કરવી રંગીલા રાજકોટ વાસીઓનો તાસીર છે. શહેરના ૧૨૮ બગીચાઓ પૈકી ૫૩ બગીચાઓમાં બાલક્રિડાંગણ જ નથી એટલે બગીચામાં બાળકો આનંદ પ્રમોદ કરી શકે તેવા કોઈ જ સાધનો નથી અને અમૂક ગાર્ડન તો રિતસર આવારા તત્વોના અડ્ડા બની ગયા છે છતા શહેરીજનો કયારેય ફરિયાદ કરતા નથી. રાજકોટની વસ્તી પ્રમાણમાં પર્યાપ્ત બગીચા છે પરંતુ યોગ્ય જાળવણીનો અભાવ છે નહીંતર રાજકોટ ગુજરાતનું સૌથી ગ્રીન સીટી બનવાની ક્ષમતા ધરાવે છે.

ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન સૌથી શ્રેષ્ઠ રવિ પાર્ક પાસેનો બગીચો ગંધારો

શહેરમાં આવેલા ૧૨૮ બગીચાઓ પૈકી વોર્ડ નં.૧૦માં કાલાવાડ રોડ પર પ્રેમ મંદિરની સામે આવેલો શ્રી ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન તા બાલક્રિડાંગણ સૌી શ્રેષ્ઠ હોવાનું પુરવાર યું છે. અહીં વર્ષના ૩૬૫ દિવસ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તો વોર્ડ નં.૧૦માં જ રવિપાર્ક પાસે આવાસ યોજનાની બાજુમાં આવેલો બગીચો અને બાલક્રિડાંગણ ખુબજ ગંધારો-ગોબરો છે. આવાસ યોજનામાં વસવાટ કરતા લોકો એઠવાડ સહિતના કચરાનો નિકાલ અહીં ગાર્ડનમાં કરે છે. જેના કારણે આ બગીચો અને બાલક્રિડાંગણ મોટો ઉકરડા સમાન બની ગયો છે. અનેકવાર તાકીદ કરવા છતાં લોકોની આ ટેવ સુધરતી ની.

૧૨૮ બગીચાઓ પૈકી ૫૩માં બાલક્રિડાંગણ જ નહીં

સામાન્ય રીતે બાળકોના મનમાં બગીચા પ્રત્યે સૌી વધુ આકર્ષણ રહેતું હોય છે. બગીચામાં રાખવામાં આવેલા હિંચકા, લપસીયા, ચકરડી સહિતની અવનવી રાઈડમાંી બાળારાજાઓ આનંદ ઉઠાવતા હોય છે. રાજકોટમાં ૧૨૮ બગીચાઓ પૈકી ૫૩ બગીચા એવા છે જયાં બાલક્રિડાંગણ જ આવેલું ની. એટલે આ બગીચાઓ બાળકો માટે નકામા છે. બગીચાનું ક્ષેત્રફળ વધુ હોવા છતાં અહીં બાલક્રિડાંગણ સુવિધા વિકસાવવા માટે કયારેય પ્રયત્નો હા ધરવામાં આવ્યા ની.

અહો આશ્ર્ચર્યમ… વોર્ડ નં.૧૧ અને ૧૨માં એક પણ બગીચો નહીં!

શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા ૧૨૮ બગીચાઓ રાજકોટની શોભા વધારી રહ્યાં છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, શહેરના વોર્ડ નં.૧૧ અને ૧૨માં એક પણ બગીચો આવેલો ની. તો વોર્ડ નં.૪માં સમખાવા પુરતો એક માત્ર બગીચો છે. સૌી વધુ બગીચા શહેરના વોર્ડ નં.૧૦માં ૨૧ છે. જયારે વોર્ડ નં.૯માં ૧૮ બગીચાઓ આવેલા છે. નવા સીમાંકન બાદ વોર્ડની બાઉન્ડ્રી ફરી જતા વોર્ડ નં.૧૧ અને ૧૨માંી બગીચાઓ ઉડી ગયા છે. આ બન્ને વોર્ડમાં વસવાટ કરતી આશરે દોઢ લાખની વસ્તીને બગીચાની સુવિધા પુરી પાડવા મહાપાલિકાના શાસકો અને વહીવટી પાંખે ગંભીરતાી વિચારણા શ‚ કરવી જોઈએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.