દિક્ષાર્થીઓનું અભિવાદન કરી પૂ. નમ્રમુનિ મહારાજના આશિર્વાદ મેળવતા શિક્ષણ સમિતિના હોદેદારો

46

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરમાં ૯મી તારીખે યોજાનાર ભવ્ય દિક્ષા સમારોહના ભાગ‚પે યોજાયેલા વિવિધ કાર્યક્રમ અન્વયે કરણપરા ચોક, અજરાઅમર અપાશ્રય ખાતે દિક્ષાર્થી આરાધનાબેન તથા ઉપાસનાબેનનું ભવ્ય અભિવાદન શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ તકે રાષ્ટ્ર સંત પ.પૂ. નમ્રમૂનિ મહારાજના શિક્ષણ સમિતિના હોદેદારોએ દર્શન કરી અભિવાદન મેળવ્યા. આ તકે કાર્યક્રમના ભાગરૂપે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેનું પણ શિક્ષણ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ મહામંત્રી તથા શિક્ષણ સમિતિ સદસ્ય કિશોરભાઈ રાઠોડ, મુકેશભાઈ મહેતા, જગદીશભાઈ ભોજાણી, અલ્કાબેન કામદાર, કિરણબેન માકડીયા, તથા મહિલા અગ્રણી જયોતિબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્ર સંત પૂ. નમ્રમૂનિ મહારાજના શિક્ષણ સમિતિના હોદેદારોએ આશિર્વાદ મેળવ્યા હતા આમ રાષ્ટ્ર સંતે શિક્ષણ સમિતિના બાળકોના સર્વાંગી વિકાસના કાર્યોની સરાહના કરી હતી.

Loading...