Abtak Media Google News

કેએસપીસી દ્વારા ‘ફયુચર ઓફ ડિજિટલ માર્કેટીંગ ૨૦૨૦’ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ યોજાયો

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.ના સહયોગથી તાજેતરમાં બાદ હોલ ખાતે ટેક ગ્લોબલ નેટવર્ક એન્ડ ધવ નેટસોલ પ્રા.લી. વડોદરાના ફાઉન્ડર એન્ડ સીઈઓ હસીત માંકડનો ફયુચર ઓફ ડીજીટલ માર્કેટીંગ ૨૦૨૦એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ કાઉન્સીલના ઉપપ્રમુખ ડી.જી. પંચમીયાનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો.

કાર્યક્રમના અધ્યક્ષ ડી.જી. પંચમીયાએ તેમના પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ હતુ કે ડીજીટલ માર્કેટીંગ એ હવે પછીના સમયની અનિવાર્ય જરૂરીયાત છે ટેકનોલોજીનાં ભરપૂર ઉપયોગથી ગ્રાહકોને કોઈપણ પ્રોડકટ માટે આકર્ષી શકાય છે. કોઈપણ બિઝનેસમાં સફળતા મેળવવા માટે ડીજીટલાઈઝેશનને અપનાવવું આવશ્યક છે.

કાર્યક્રમના મુખ્ય વકતા હસીત માંકડે જણાવેલ હતુ કે હવેના સમયમાં આઈટીનું ફૂલ ફોર્મ ઈન્ફોર્મેશન ટેકનોલોજીથી બદલાઈને ઈન્ટેલીજન્ટ ટેકનોલોજી બની ગયું છે. ટેકનોલોજીનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે. માકેટીંગ એટલે કે પ્રોપર વ્યકિત સુધી ચોકકસ મેસેજ પહોચાડવાના નિશ્ચિત ચેનલનો ઉપયોગ કરવો. તેના માટે નિયત પ્લેટફોર્મ હોવું જ‚રી છે. જે.ડીજીટલ માર્કેટીંગ આપણને પૂરૂ પાડે છે. હવેનું માર્કેટીંગ ટ્રેડીશ્નલ ટુ ડીજીટલમાં ચેન્જ થઈ ગયું છે. દરેક બિઝનેસમાં ટેકનોલોજીકલ ચેન્જીસ આવવાથી ડીજીટલ માર્કેટીંગ મહત્વનું બની ગયું છે.

વકતા હસીત માંકડે વધુમાં જણાવેલ હતુ કે આપણુ લગભગ યુવાધન ઈન્ટરનેટ ઉપર હોવાથી ડીજીટલ માર્કેટીંગ દ્વારા પ્રોડકટનું માર્કેટીંગ સરળ બન્યું છે ગુગલના જણાવ્યા પ્રમાણે ૨૦૨૨માં બાયર અને સેલર તથા એમ્લોઈ અને એમ્પ્લોયર ૩૫થી નીચેની વયના હશે. આપણું માર્કેટ ક્ધઝયુમર બેઈઝડ છે. આજનું યુવાધન સોશ્યલ મીડીયા પર વધારે એકટીવ રહે છે. જેથી તેના દ્વારા માર્કેટીંગ કરવું લાભદાયી છે. ૩૪ બિઝનેશ માલીકો હાલમાં ડીજીટલ માર્કેટીંગનો ઉપયોગ કરી રહ્યા છે. ડીજીટલ માર્કેટીંગ ટ્રેડીશ્નલ માર્કેટીંગ કરતા ઘણુ ઓછુ ખર્ચાળ છે. ઉપરાંત ડીજીટલ માર્કેટીંગ દ્વારા તમે કયા વર્ગના લોકોને ટાર્ગેટ કરવા માંગો છો તે પણ જાણી શકાય છે.

કાર્યક્રમના અંતે આભાર દર્શન કાઉન્સીલના મંત્રી મનહરભાઈ મજીઠીયાએ કરેલ હતુ. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્ય હિરાભાઈ માણેક તથા અન્ય સભ્યોમાં મિહિર ભીમાણી, તરૂણ શાહ, અશ્વિન ત્રિવેદી, મનસુખલાલ જાગાણી, ખોડીદાસ સોમૈયા, નિકેત પોપટ, ભૂષણ મજીઠીયા તથા વિવિધ કંપનીના અધિકારીઓ તથા વિવિધ કોલેજનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.