ડિજિટલ પોર્ટલ ગુજરાત: સેવા, લાભો અંગે વેબિનાર સંપન્ન

કલેકટર, જિલ્લા પંચાયત, રોજયાર કચેરીનાં સંયુકત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ

જુદા જુદા સરકારી દાખલા, પ્રમાણપત્રો, ઓનલાઇન ફી ચૂકવવા અંગે માર્ગદર્શન અપાયું

ડિજિટલ પોર્ટલ ગુજરાત અને સરકારી સેવાઓ અંગે માર્ગદર્શન આપવા માટે વેબિનાર યોજાયો હતો. તેમાં ૩૨૨ ઉમેદવારો જોડાયા હતા. કલેકટર, જિલ્લા પંચાયત તથા રોજગાર કચેરીના સંયુકત ઉપક્રમે આ માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો હતો.

મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી જામનગર તા ITC ઓફીસ,કલેકટર કચેરી જામનગર અને ITC ઓફીસ જિલ્લા પંચાયત જામનગર દ્વારા ડિજિટલ  ગુજરાત પોર્ટલ દ્વારા મળતી જુદી જુદી સવલતો અને ડિજિટલ  સેવા સેતુ અંગે યુટ્યુબ લાઇવ વેબિનાર યોજાયો હતો. આ યુટ્યુબ લાઇવ વેબિનારમાં કલેકટર કચેરી જામનગરથી રાજેશ ઠાકરિયા (ITC ઓફિસર) તથા જિલ્લા પંચાયત જામનગરથી નિશાંત મકવાણા (ITC ઓફિસર) અને જિલ્લા રોજગાર કચેરી ખાતેથી મદદનીશ નિયામક સરોજબેન સાંડપા તથા એમ્પેક્ષ બી કરિયર કાઉન્સેલર અંકિતભાઇ ભટ્ટ ઓનલાઇન ઉપસ્થિત રહેલ.

આ વેબિનારમાં જિલ્લાના ઉમેદવારોનું સ્વાગત અંકિતભાઇ ભટ્ટએ કરેલ હતુ તથા મદદનીશ નિયામક (રોજગાર) સરોજબેન સાંડપા દ્વારા વેબિનાર વિષે પ્રારંભિક માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ કલેકટર કચેરી જામનગરથી  રાજેશ ઠાકરિયા દ્વારા પીપીટી સાથે જુદી જુદી વિસ્તુત અને સરળભાષામાં ડિજિટલ  ગુજરાત પોર્ટલ વિષે માહિતી આપવામાં આવી હતી. જેમાં યુઝર આઇ.ડી. કેમ બનાવવું, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રાપ્ત તથા જુદા જુદા સરકારી દાખલાઓ પ્રમાણપત્રો, સર્ટીફીકેટ માટે અરજી કેમ કરવી, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે,ઓનલાઇન ફી કેમ ચૂકવવી જે સમગ્ર વિષે વિગતવાર માહિતી આપેલ હતી. નિશાંત મકવાણા દ્વારા ડીજીટલ સેવા સેતુ વિષે ગ્રામ્ય સ્તરે જે જુદા જુદા ડોક્યુમેન્ટ કેમ મેળવવા, કેમ પ્રોસેસ કરવી, કેવી રીતે ઓનલાઇન અરજી કરવી વગેરે માહિતી વિગતવાર આપવામાં આવી હતી. આ વેબિનારમાં જામનગર જિલ્લાના ૩૨૨ ઉમેદવારો યુટ્યુબ લાઇવમાં જોડાયા હતા. જેના વેબિનારના અંતે જુદા જુદા સવાલોના જવાબો સરળ રીતે આપવામાં આવેલ હતાઅને અંતે મદદનીશ નિયામક (રોજગાર) સરોજબેન સાંડપા મેડમ દ્વારા આભારવિધિ કરેલ હતી. આ યુટ્યુબ લાઇવ વેબિનારનું સંચાલન કાર્ય અંકિતભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ હતુ. તથા ઉમેદવારોની જાણ માટે રોજગાર કચેરી ખાતે રજીસ્ટ્રેશન કરાવેલ ૩૫૦૦ ઉમેદવારોને ઇ-મેઇલ કરેલતા ટેલીગ્રામ ચેનલ ફેશબુક પેઝ EMPLOYMENT OFFICE JAMNAGAR માં લીંક શેર કરવામાં આવેલ. આ વેબિનાર જામનગર તથા અન્ય જિલ્લાના ઉમેદવારો EMPLOYMENT OFFICE JAMNAGAR યુટ્યુબ ચેનલ પર ગમે ત્યારે સરળતાી જોઇ શકશે. તથા ભવિષ્યમાં આવા વેબિનારમાં જોડાવવા તા મોબાઇલમાં જ ઘરે બેઠા નિહાળવા માટે EMPLOYMENT OFFICE JAMNAGAR યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા અંકિતભાઇ ભટ્ટ (કરિયર કાઉન્સેલર)એ જણાવ્યુ હતું.

Loading...