Abtak Media Google News

અરજદારો હેરાન પરેશાન: સમસ્યા હલ કરવા ઉઠતી માંગ

ડિજિટલ ઇન્ડિયાની ખૂબ મોટી વાતો કરતા હોઈએ છીએ અને સાંભળતા પણ હોઈએ છીએ ચારે તરફ ઓનલાઈન ફોર્મ અને સુવિધાની વાતો થાય છે પણ જો મહત્વની સરકારી કચેરીઓમાં જ નેટ ની કનેક્ટિવિટી ના હોઈ તો વિચારો આ ક્યાં ગુજરાતના વિકાસની આપણે વાતો કરી રહ્યા છીએ  દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકા મા એકે એક મહિના થી નેટ ના લોચા થી  લોકોને હાલાકી પડી રહી છે

આધુનિક ભારત ડિજીટલ ઇન્ડિયા મેક ઇન  ઇન્ડિયા આવા કેટલાય ગુલબાંગો આપ ટીવી અને મોબાઈલમાં સતત જોતા જ હશો ચારે તરફ ઓનલાઇન થી જોડતા ભારત ની વાતો ચારે તરફ થતી રહી છે પણજામ કલ્યાણપુર તાલુકામાં છેલ્લા એક મહિના થી  સરકારી કચેરીઓમાં જ કનેક્ટિવિટી નથી સાંભળ્યું ને અજીબ લાગતું હશે કે આવું કેમ બની શકે પણ આ વાસ્તવિકતા છે કલ્યાણપુર તાલુકાની જ્યા હજુ વિકાસ અને ડિજિટલ યુગ વર્ષો પાછળ હોઈ એવા ઘાટ સર્જાય રહ્યા છે

ડિજિટલ યુગની વાતો વિકાસ અને ૨૪ કનેક્ટિવિટી ની વાતો કરતી સરકાર જરા સાંભળે…કલ્યાણપુર તાલુકામાં છેલ્લા એક મહિના જેટલા સમય થી  નેટ કનેક્ટિવિટી બંધ હોવાના કારણે ૬૪ ગામો નો આ વિશાળ તાલુકા નું જાણે હૃદય બંધ પડ્યું હોય તેમ જામ તાલુકા ની મામલતદાર કચેરી મા જ છેલ્લા એકાદ મહિના જેટલા સમય થી નેટ કનેક્ટિવિટી ના મળતી હોવાને કારણે જી સ્વાનબંધ થઇ જવા પામેલ છે જેના કારણે, આધારકાર્ડ,વિધવાસહાય , મધ્યાહન ભોજસન યોજના, સરકારને જેનાથી આવક થાય તેવા દસ્તાવેજી કામો સહિત સામાન્ય લોકો માટેના આવક જાતિના દાખલા થી માંડી ૭-૧૨ સુધી બધું જ બંધ પડ્યું છે જેના કારણે હાલ આ ૬૪ ગામો ના લોકો ના તમામ કામો ખોરંભે ચડ્યા છે આખરે ડિજિટલ યુગમાં તાલુકાના ૬૪ ગામોના કામ કેમ થશે.. એ પણ એક ખૂબ વેધક સવાલ છે આ સમસ્યા માત્ર સરકારી કચેરીઓ પુરતી જ સીમિત નથી ઇજગક ના મોબાઈલ તેમજ લેન્ડલાઇન ગ્રાહકો ને પણ કોઈ જવાબ નથી આપતું કે ક્યારે સમસ્યા નું સમાધાન થશે ,કનેક્ટિવિટી મળે કે ના મળે પૂરું બીલ જરૂર મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.