Abtak Media Google News

ગુજરાત કોરોનાની ત્રીજા તબકકામાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે હજુય આગામી ચાર પાંચ દિવસ ખૂબજ મહત્વના છે. જેમાં લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. હાલમાં ઈન્કયુશબેશન પીરીયડ હોવાથી કોરોનાના કેસો વધી શકે છે. તો બીજી બાજુ કોરોના વાઈરસની જંગમાં આરોગ્ય તંત્ર પણ સજજ છે. સીવીલહોસ્પિટલમાં ગત ડિસેમ્બર માસમાં રૂા.૧૫૦ કરોડના ખર્ચે ઉભી કરાયેલી નવી બિલ્ડીંગમાં ચાર માળને કોરોના સ્પેશિયલ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે.

ચાર માળ પૈકી એક માળ કોરોના દર્દીઓ માટે, અને બીજો માળ શંકાસ્પદ દર્દીઓ માટે આઈશોલેશન માટે રખાયો છે. જેમાં ૨૦૦ બેડની સુવિધા સાથે ૭૪ વેન્ટીલેટર અને ૧૫ ડાયાલીસીસ મશીનો પણ લગાડવામાં આવી રહ્યા છે. ૪૦ બેડના આઈસીયુ સેન્ટરમાં૩૧ વેન્ટીલેટર પણ ઈન્સ્ટોલ કરાયા છે. આઈસીયુ વોર્ડને ડીજીટલ સિસ્ટમ અને અનુભવી તબીબો સાથે સજજ કરાયાનું સીવીલ સર્જન મનિષ મહેતાએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.