Abtak Media Google News

ગઈકાલે મોડી રાતે ડીઝલથી ભરેલું ટેન્કર અનિયંત્રિત થઈને ડિવાઈડર તોડી આગ્રા તરફથી આવી રહેલી ઈનોવા કાર પર પલટી ગયું હતું. આ ઘટનામાં ૭ લાકોના મોત થયા છે. ઘટનાની જાણકારી મળતા ડીએમ નવનીત ચહલ તથા એસએસપી ગૌરવ ઘટનાસ્થળે  પહોંચ્યા અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યા છે. ઘટના પોલીસ સ્ટેશન નૌઝીલ વિસ્તારમાં માઈલસ્ટોન ૬૮ની નજીક બની હતી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.

યમુના એક્સપ્રેસ વે પર મોડી રાતે તે સમયે ઘટના બની જ્યારે નોઈડા તરફથી એક ટેંકર અનિયંત્રિત થઈને ડિવાઈડર તોડતા આગ્રાથી નોઈડા તરફ આવનારા રોડ પર આવ્યો અને અહીં પસાર થનારી ઈનોવા પર પલટી ગયો હતી. ટેંકરના ઈનોવા પર પલટવાના કારણે તેમાં સવાર ૭ લોકોના સ્થળ પર મોત થયા.  આ ઘટના એટલી ભયંકર હતી કે ઈનોવા કારના ચિથરા ઉડી ગયા હતા.

આ ઘટનામાં ઈનોવા સવાર ગામ સફીદોં જીંદ નિવાસી મનોજ, બબિતા, અભય, કોમલ, કલ્લૂ, હિમાદ્રિ અને ડ્રાઈવર રાકેશના મોત થઈ ગયા છે. ઘટનાની જાણકારી મળતા પોલીસ, એક્સપ્રેસવે કર્મી અને બચાવ દળ સ્થળ પર પહોંચી ગયા હતા.  ડીએમ નવનીત ચહલ અને એસએસરપી ગ્રોવર પણ સ્થળ પર પહોંચી ગયા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરુ કરી દીધુ. એસએસપી એ એમ પણ જણાવ્યું કે ટેંકરમાં ડીઝલ હતુ અને રોડ પર ફેલાઈ ગયું છે. આ કારણે રિફાયનરીની સેફ્ટી યૂનિટ તથા ફાયર સ્થળ પર કાર્ય કરી રહી છે જેથી કોઈ મોટી ઘટના ન ઘટે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.