Abtak Media Google News

હિન્દુપંચાગમાં બાર માસમાં આવતી વિવિધ અગિયારસ પૈકી મહત્વની અને કઠોર ગણાતી જેઠ સુદ અગીયારસ છે. જેને ભીમ અગિયારસ એટલે નિર્જળા એદાદશી પણ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર પાંડા અવતારમાં જ્ઞાની સરભંગ ઋષિની આજ્ઞાથી ભીમે આજે ઉપવાસ કરીને એકાદશી કરી હતી. ભીમને ભોજન વિના ન ચાલે તેમ છતાં તેણે એક દિવસ પાણી પીધા વિના ભૂખ્યા તરસ્યા રાતદિન પસાર કરતાં શંકર ભગવાને પ્રગટ થઇ ને ઇચ્છીત વરદાનની માંગ કરી હતી પરંતુ ભીમે અનિચ્છા દર્શાવતા શંકર ભગવાને પ્રસન્ન થઇ ને આજની નિર્જળા એકાદશીને ભીમ એકાદશી તરીકે પૂજાશે તેવા આશિર્વાદ આપ્યા હતા, જેને વર્ષોની પરંપરા મુજબ પાણી અને ખોરાક વગર કઠોર ઉજવણી કરે છે.

  • શુ છે માન્યતા

એવુ કહેવાય છે કે મૂળ પાંડવયુગના સરભંગ ઋષિનો આશ્રમ ગણાય છે. તેઓને સફેદ દાગ નીકળતા રામે બાણ મારીને 108 ગરમ પાણીના કુંડ નિર્માણ કર્યા હતા પાણીથી નાહ્તા રોગ દૂર થઇ ગયો હતો જેથી સ્નાનનુ મહત્વ છે .સ્વયંભૂ શિવલિંગ હોવાથી પા઼ડવો પૂજા વિના ખોરાક લેતા ન હતા. જ્યારે ભીમે હેડંબા રાક્ષસ સાથે લગ્ન કર્યા હતા, તેની સાક્ષીરુપે તેનો માંડવો અને ભીમ પગલા છે.

  • ભીમ અગિયારસે કેરી ખાવાનું મહત્વ

આપણે ત્યાં વર્ષોથી ભીમ અગિયારસના દિવસે કેરી ખાવાનું વિશેષ મહત્વ છે. જેઠ સુદ અગિયારસ બાદ આદ્રા નક્ષત્ર બેસી જતુ હોવાથી જૈન સમાજ સહિત ઘણા લોકો ભીમ અગિયારસ પછી કેરી ખાતા નથી. આદ્રા નક્ષત્રમાં ફળોમાં જીવાતો પડતી હોવાથી આરોગ્યની દ્રષ્ટિએ કેરી ખાવી હાનિકારક સાબિત થતી હોય છે આથી લોકો ભીમ અગિયારસના દિવસે મન ભરીને કેરી ખાઇ લેતા હોય છે. નાનામાં નાનો માણસ પણ કેરીના ઉંચા ભાવ હોવા છતાં ભીમ અગિયારસના દિવસે અચૂક કેરી ખાય છે.

આપણે ત્યાં ભીમ અગિયારસે કેરી ખાવાનું મહત્વ અનેરૂ છે. ભીમ અગિયારસના દિવસે ઘરે ઘરે રસપુરીનું જમણ થાય છે. બજારોમાં કેરીની ખરીદી પ્રમાણમાં વધુ થશે.પરિણામે ભાવો પણ થોડા ઉંચા રહેશે. પરણેલી દિકરીને પ્રથમ ભીમ અગિયારસનો તહેવાર મનાવવા પિયરપક્ષે અચુક તેડાવવાનો પણ રીવાજ ચાલ્યો આવે છે.

  • ભીમ અગિયારસના વરસાદનું મહત્વ

ભીમ અગિયારસના દિવસે વરસાદ આવે જ છે, જેને અમી છાટાં પણ કેહવામાં આવે છે, ભીમ અગિયારસના દિવસે ખેડૂતો દ્વારા વાવણીનું મુહુર્ત કરવામાં આવે છે ત્યારે આજે જોવાનું કે ભગવાન વાવણીનું મુહુર્ત સચવાશે ? કે નહી ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.