શું તમને ખબર છે? તમારા મોબાઇલમાં ફેસબૂકે એપ્લીકેશનોને છુપાયેલી રાખી છે!!

એન્ડ્રોઇડ ફોનમાં ફેસબૂકની મુખ્ય એપ સાથે અન્ય ત્રણ એપ્લીકેશનો પણ પ્રિ-ઇનસ્ટોલ થઇ આવે છે

આજના ટેકનોલોજીકલ યુગમાં વોટસએપ, ફેસબુક, ટવિટર જેવી એપ્લીકેશનોનો ઉપયોગ ખુબ વઘ્યો છે. પરંતુ આ એપ્લીકેશનોની સાથે એન્ડ્રોઇડ ફોનમાં અન્ય એપ્લીકેશનો પણ અગાઉથી જ ઇનસ્ટોલ થઇ આવે છે. જે મોબાઇલ સ્ક્રીન પર પ્રત્યક્ષ રીતે દેખાતી તો નથી પરંતુ ફોનમાં ઇનસ્ટોલ જરુર હોય છે. આવી જ રીતે ફેસબુકે પણ મોબાઇલમાં ત્રણ એપ્લીકેશનોને છુપાયેલી રાખી છે. જેનાથી મોટાભાગના તમામ વપરાશકર્તાઓ અજાણ હશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં વેચનાર મોટાભાગના તમા એન્ડ્રોઇડ ફોનમાં ફેસબુક પહેલેથી જ ઇનસ્ટોલ આવે છે. અમુક બ્રાન્ડસ આ બ્લોટવેરની ડિલીટ કરવાનો વિકલ્પ આપે છે. તો અમુક ફોનમાં આપી પ્રી ઇનસ્ટોલ એપને ડિસેબલ કરી શકાય છે, પરંતુ ભારતમાં વેચાતા

સ્માર્ટફોનમાં નવો ટ્રેન્ડ શરુ થયો હોય, તેમ ફેસબુકની મુખ્ય એપ ઉપરાંત તેની સાથે સંલગ્ન અન્ય એપ પણ પ્રીઇન્સ્ટોલ થઇ જોવા મળે છે. આ સબ એપમાં ફેસબુક સર્વીસ, ફેસબુક એપ મેનેજર, અને ફેસબુક એપ ઇનસ્ટોલરનો સમાવેશ છે. જેને ફોનના સેટીંગ મેનુંમાં જઇ જોઇ શકાય છે.

ફેસબુકની આ વધારાની છુપી ત્રણ એપ સૌથી પહેલા વનપ્લસ-૮ સીરીઝ અને વન પ્લસ નોર્ડમાં જોવા મળી છે. તેમ છતાં વન પ્લસ કંપની  પ્રમોશન કરી રહી છે કે તે તેના ફોનમાં કોઇ બ્લોટવેર આપતી નથી. યુઝર્સ આ ફેસબુકની સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે. જેને લઇ તાજેતરમાં વન પ્લસ કંપનીએ જાહેરાત કરી હતી કે તે હવે, તેના ફોનમાં ફેસબુક સિસ્ટમ એપને પ્રી ઇન્સ્ટોલ કરશે નહિ.

જો કે, આ સિસ્ટમને લઇ ફેસબુક જવાબ આપ્યો છે કે, વપરાશકર્તાઓને વધુ સારી સેવા આપવા મોબાઇલ ઓપરેટર્સ અને મેન્યુફેકચર્સ સાથે ફેસબુક એપને અગાઉથી ઇન્સ્ટોલ કરવા ભાગીદારી થઇ છે. આ ફીચર્સ છુપાયેલા નથી તેને શેટીંગ મેનુંમાં શોધી શકાય છે. આ એપ સિસ્ટમને આઇકોન ન હોવાથી તે પ્રત્યક્ષ દેખાઇ નથી પડતા પણ તે ફેસબુકની મુખ્ય એપને બેકગ્રાઉન્ડમાં સપોર્ટ માટે કામ કરે છે. અને એપને અપડેટ તેમજ નોટિફીકેશન ડીલીવર કરે છે.