Abtak Media Google News

ગ્વાલિયરના રાજવી સિંધિયા પરિવારની ૪૦ હજાર કરોડ રૂપિયાની વારસાઇ સંપત્તિમાં ચાલતા વિવાદનો નિવેડો લાવવા જ્યોતિરાદિત્ય ભાજપમાં જોડાયાની અટકળો: રાજ્યસભાની ચૂંટણી માટે જ્યોતિરાદિત્યએ ઉમેદવારી ફોર્મ ભર્યું

પ્રાચીન સમયમાં ભારતમાં માત્ર થોડા જ વિશાળ રાજયો હતા પરંતુ આ રજવાડાઓ સતા અને સંપત્તિ માટે ચાલતા વિવાદોના કારણે આ વિશાળ રાજયો અનેક નાના રાજયોમાં વિભાજીત થતા રહ્યા હતાઆ નાના રાજયોમાં પણ એક બીજા સામે વિખવાદો ચાલતા વિદેશી આક્રમણો સમયે એકબીજાને મદદ કરવામાં જૂના વિવાદોને અહમનો પ્રશ્ર્ન બનાવતા રહ્યા હતા જેથી ભારત પર વિવિધ મુસ્લિમ હુમલાખોર શાસકો બાદમાં અંગ્રેજોએ સદીયો સુધી રાજય કર્યું હતુ. આઝાદી સમયે દેશમાં રહેલા ૫૬૪ રજવાડાઓએ ભારતમાં પોતાનું વિધિવત વિલય કર્યું હતુ પરંતુ, આઝાદી બાદ આવેલી લોકશાહીમાં પણ રાજવી કુટુંબના સભ્યો પોતાને સામાન્ય નાગરિકોથી અલગ માને છે. રાજવી પરિવારના સભ્યોએ પોતાની આર્થિક તાકાતથી દેશના રાજકીય અને સામાજીક સામ્રાજય જાળવી રાખ્યું છે. હજુ પણ રાજવી પરિવારો પોતાનું સામ્રાજય જાળવી રાખવામાં કોઈપણ પ્રકારે પાછીપાની કરતા નથી.

રાજવી પરિવારમાં સામ્રાજય માટે ચાલતા વિવાદનો એક કિસ્સો તાજેતરમાં ફરીથી પ્રકાશમાં આવ્યો છે તે છે ગ્વાલીયરના રાજવી સિંધિયા પરિવારના વારસદાર જયોતિરાદિત્ય સિંધિયાનો કોંગ્રેસ છોડીને ભાજપ પ્રવેશ સિંધિયા પરિવારની આશરે ૪૦ હજાર કરોડ રૂા.ની સંપત્તિ ગ્વાલીયર, દિલ્હી મુંબઈ સહિતના સ્થાનો પર આવેલી છે. આ મિલકતને લઈ જયોતિરાદિત્ય સિંધિયા અને તેની ત્રણ ફઈબાઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલે છે. જયોતિરાદિત્યના ત્રણે ફઈબાઓ ભાજપ સાથે જોડાયેલા છે. જયોતિરાદિત્ય આ પૈતુક સંપતિનો વિવાદનો નિવેડો અનેક બીજા કારણોની સાથે લાવવા ભાજપમાં જોડાયા હોવાની રાજકીય પંડિતોએ સંભાવના વ્યકત કરી છે. સામાન્ય રીતે દેશભરના રાજવી પરિવારો માટે એવી માન્યતા હોય છે કે તેઓ હજુ પણ પોતાનું રાજવી માનતા હોય તેઓ પોતાના આર્થિક લાભ જતોકરવામાં માનતા નથી. રાજવી પરિવારોનાં વારસદારો ચૂંટણી લડે તો પણ પોતાનો ઓછામાં ઓછો ખર્ચ થાય તેનું ધ્યાન રાખતા હોય છે. ગ્વાલિયરના રાજવી પરિવાર સિંધિયા કુટુંબનો ઈતિહાસ જોઈએ તો આઝાદી સમયે જીવાજીરાવ સિંધિયાએ પોતાના રાજયને ભારત સાથે જોડયું હતુ તેમના અવસાન બાદ રાજમાતા વિજયારાજે એ પરિવારના વડા તરીકે વહીવટ સંભળ્યો હતો. વિજયારાજે સિંધિયા

પરિવારનું મધ્યપ્રદેશમાં જળવાઈ રહે તે માટે કોંગ્રેસમાં જોડાઈને લોકસભા બેઠક પરથી જીત્યા હતા. જે બાદ, કોંગ્રેસથી નારાજ થઈને નવી બનેલી પાર્ટી જનસંઘમાં જોડાયા હતા ૧૯૭૧ની લોકસભા ચૂંટણીમાં જનસંઘને વિજયારાજે એકલાહાથે ત્રણ બેઠકો અપાવી હતી. તેમાંની એક બેઠક તેમના પુત્ર માધવરાવ સિંધિયાએ ૨૬ વર્ષની વયે ગુના મેળવી હતી. જે બાદ માતા પુત્ર વચ્ચે વિવાદ થતા સિંધિયા પરિવારની તમામ સંપતિને વિજયારાજે અને માધવરાવ વચ્ચે ૫૦-૫૦ ટકામાં વેચવામાં આવી હતી.

જે બાદ, માધવરાવે જનસંઘમાંથી અલગ થઈને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને વર્ષ ૨૦૦૧માં તેમનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું ત્યાં સુધી સાંસદ તરીકે ચૂંટાતા રહ્યા હતા જે બાદ તેમના પુત્ર જયોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાં સક્રિય થઈને ગુના બેઠક પર સતત ચૂંટાતા આવ્યા હતા. પરંતુ વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં દેશભરમાં ફેલાયેલી મોદી સુનામી સામે તેમની હાર થવા પામી હતી. જે બાદ તેમને સમયાંતરે કોંગ્રેસ છોડવાનો સંકેતો આપતા રહ્યા હતા જયોતિરાદિત્યના પરમદિવસે ભાજપ પ્રવેશ બાદ ચાર દાયકા બાદ સમગ્ર સિંધિયા કુટુંબ એક જ પાર્ટી ભાજપમાં છે. તેમના એક ફઈબા વસુંધરા રાજે ભાજપમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે. જયારે બ જા ફઈબા યશોધરારાજે મધ્યપ્રદેશ ભાજપના વરિષ્ટ નેતા છે અને તેઓ મધ્યપ્રદેશની ભાજપ સરકારમાં વરિષ્ટ કેબીનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે.

વર્ષ ૧૯૭૭ બાદ આજે સિંધિયા પરિવારના તમામ સભ્યો ભાજપ પક્ષમાં સક્રિય થયા છે. ભાજપ પક્ષને પાર્ટીના આગેવાનો એક પરિવાર સમાન માને છે. જેથી ગુજરાતીમાં કહેવત છે કે જેના ‘અન્ન ભેગા તેના મન ભેગા’ એ ન્યાયે એક પક્ષમાં રહેવાથી ભત્રીજા અને ફઈબાઓ વચ્ચે રહેલી રાજકીય કડવાશો દૂર થાય તે સ્વાભાવિક છે. એક જ પાર્ટીમાં રહેવાથી સમયાંતરે તમામ વચ્ચે મુલાકાતો પણ વધવાની સ્વાભાવિક છે. જેથી આ મુલાકાતો સામાજીક અને આર્થિક કડવાશોની અડચણોને દૂર કરી દે તેવા વિચારથી જયોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનું કમળ ઝીલ્યું હોવાની સંભાવના હોવાનું રાજકીય વિશ્ર્લેષકોનું માનવું છે.

5.Friday 1

સિંધિયા પરિવારની સંપત્તિનો વિવાદ શું છે?

ગ્વાલિયરના રાજવી સિંધિયા પરિવારની મધ્યપ્રદેશ ઉપરાંત મુંબઈ, દિલ્હી સહિત દેશભરનાં અનેક ભાગોમાં આશરે ૪૦ હજાર કરોડ રૂા.ની મિલકતો આવેલી છે. જેમાં અનેક મહેલો, વિશાળ કોઠીઓ ઉપરાંત અનેક કંપનીના શેરો સહિતની સંપત્તિઓનો સમાવેશ થાય છે. આ સંપત્તિ માટે વર્ષ ૧૯૯૦માં જયોતિરાદિત્ય સિંધિયાએ ગ્વાલિયર કોર્ટમાં દાવો દાખલ કરીને એક માત્ર વારસદાર હોવાનું જણાવ્યું હતુ જોકે, વિજયારાજે અને માધવરાવ વચ્ચે થયેલા સંપત્તિ વિવાદ બાદ બંને વચ્ચે ૫૦-૫૦ ટકા સંપત્તિ વેચી નાખવામાં આવી હતી. વિજયારાજે સિંધિયાએ પોતાના ભાગની તમામ સંપત્તિમાંથી ૮૦ ટકા સંપત્તિ તેમની ત્રણ પુત્રીઓ ઉમારાજે, વસુંધરા રાજે અને યશોધરા રાજે વચ્ચે વહેચવાની જયારે ૨૦ ટકા સંપત્તિ ટ્રસ્ટને દાનમાં આપવાની ઈચ્છા વ્યકત કરી હતી જેના આધારે આ ત્રણે બહેનોએ આ સંપતિ પર પોતાનો હકક હોવાનો દાવો કર્યો હતો. તાજેતરમાં છ ઓકટોબર ૨૦૧૭માં જયોતિરાદિત્ય સિંધિયાએ આ કેસમાં ગ્વાલિયર કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે તેઓ આ વારસાઈ સંપત્તિના વિવાદનો ઉકેલ ઘરમેળે લાવવા માંગે છે. જેથી કોર્ટે સિંધિયા પરિવારને તેમની સંપત્તિને વિવાદનો નિકાલ પરસ્પર સંપત્તિથી લાવવાની છૂટ આપી હતી.

ચાર દાયકા બાદ સમગ્ર સિંધિયા પરિવાર એક જ પક્ષમાં!

કોંગ્રેસમાં વિવાદ થતા વિજયારાજે સિંધિયા ૧૯૭૧માં જનસંઘમાં જોડાયા હતો જન સંઘના સ્થાપક સભ્ય તરીકે વિજયારાજે પાર્ટીને વીર્ષ ૧૯૭૧ની લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની ત્રણ બેઠકો અપાવી હતી. જેમાં તેના પુત્ર માધવરાવ સિંધિયાને ગુના બેઠક પરથી વિજય અપાવ્યો હતો. વર્ષ ૧૯૭૭ સુધી માધવરાવ જનસંઘમાં રહ્યા હતા જે બાદ માતા પુત્ર વચ્ચે વિવાદ થતા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. હવાલા કાંડના કારણે વચ્ચેના સમયે કોંગ્રેસ તેમને ટીકીટ ન આપતા માધવરાવે પોતાની પાર્ટી બનાવી હતી પરંતુ તેમાં સફળતા ન મળતા ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા વર્ષ ૨૦૦૧માં વિમાન દુઘર્ટનામાં તેમના અવસાન બાદ તેમના પુત્ર જયોતિરાદિત્ય કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારથી જયોતિરાદિત્ય કોંગ્રેસમાં સક્રિય રહ્યા હતા અને યુપીએ સરકારમાં કેબિનેટ મંત્રી પણ બન્યા હતા તાજેતરમાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા સમગ્ર સિંધિયા પરિવાર ફરીથી ચાર દાયકા બાદ એક જ પાર્ટી ભાજપમાં એકઠો થયો છે.

એમપીના સ્પીકરનો આજનો ખેલ ‘નાથ’ને ‘અનાથ’ થતા બચાવશે!

જયોતિરાદિત્ય સિંધીયાએ કોંગ્રેસ છોડતા તેમના સમર્થક મનાતા મઘ્યપ્રદેશ સરકારના છ મંત્રી સહિત રર કોંગ્રેસી ધારાસભ્યોએ તેમના રાજીનામા આપી દીધા છે. આ રાજીનામા સ્વીકારવા કે કેમ? તે વિધાનસભાના સ્પીકરની મુનસુફી મનાય છે. મઘ્યપ્રદેશના સ્પીકર એન.પી. પ્રજાપતિએ આ રાજીનામા અપાનારા તમામ કોંગ્રેસી ધારાસભ્યોને આજે રૂબરૂ બોલાવીને જેમને રાજીનામા રાજીખુશુથીસ આપ્યા છે કે કોઇના દબાણમાં જે સ્પષ્ટ કરવા જણાવ્યું છે જેથી, સ્પીકરનો આજનો ખેલ કમળ‘નાથ’ને ‘અનાથ’ થતો બચાવવાનું હોવાનું મનાયો છે. મધ્ય પ્રદેશમાં સરકાર ટકાવી રાખવા માટે કોંગ્રેસ અને સરકારને ધ્વસ્ત કરવા માટે ભાજપ ઉતાવળા થયા છે. દરમિયાન આજે મધ્યપ્રદેશ વિધાનસભાના સ્પીકર એક્શનમાં આવ્યા હતા. સ્પીકર એન.પી.પ્રજાપતિએ રાજીનામુ આપનારા કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોને નોટીસ પાઠવી હતી. નોટીસમાં આ ધારાસભ્યોને સ્પીકર સમક્ષ હાજર થવાની સૂચના અપાઈ છે. સ્પીકરે પૂછ્યું છે કે તમે બધાએ રાજીનામુ સ્વેચ્છાએ આપ્યુ છે કે કોઈના દબાણમાં આવી ને કે પછી કોઈ બીજા કારણથી એ રૂબરૂ આવીને

જણાવો. દરમિયાન ભાજપે એવી માંગ કરી હતી કે ૧૬મી માર્ચે ફ્લોર ટેસ્ટ કરાવો. જેથી કમલનાથની સરકાર ટકી શકે એમ છે કે નહીં એ સ્પષ્ટ થઈ શકે. બીજી તરફ કોંગ્રેસની એવી ડિમાન્ડ છે કે ૨૨ સભ્યો અંગે સ્પષ્ટતા થાય પછી જ ફ્લોર ટેસ્ટ થવો જોઈએ. ૨૨ સભ્યોએ રાજીનામા સ્વેચ્છાએ આપ્યા કે કેમ એ અંગેનો નિર્ણય આવે ત્યાં સુધી રાહ જોવાનો કોંગ્રેસનો આગ્રહ છે. કોંગ્રેસે આજે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમારા ધારા સભ્યોને બંધક બનાવાયા છે અને તેમની સાથે મારપીટ કરવામાં આવી છે. ૨૨માંથી ૧૯ સભ્યોને કર્ણાટકના રિસોર્ટમાં રખાયા હોવાના અહેવાલ છે.

કોંગ્રેસે રાજીનામા આપનારા સભ્યો પોતાની સાથે છે કે નહીં એ સ્પષ્ટ ન થાય એ પ્રકારની રણનીતિ અપનાવી છે. કોંગ્રેસ વતી રણદીપ સુરજેવાલાએ કહ્યું હતુ કે ધારાસભ્યોએ સ્પીકર સમક્ષ આવીને રાજીનામા આપવા જોઈએ. કેમ કે કાયદાકીય રીતે ધારાસભ્યો સ્પીકરને જવાબદાર છે, માટે રાજીનામા તેમની સમક્ષ રૂબરૂ આપવા જોઈએ.

સુધી આ રાજીનામા સ્વીકારાશે નહીં. એટલે એ સભ્યો કોંગ્રેસથી અલગ થયેલા ગણાશે પણ નહીં. દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વમુખ્યમંત્રી અને ભાજપના નેતા શિવરાજસિંહે કહ્યું હતુ કે અત્યારે કમલનાથ સરકાર લધુમતીમાં આવી ગઈ છે. માટે એ વિધાનસભા બોલાવી જ ન શકે. જો ૨૨ સભ્યોના રાજીનામા મંજૂર થાય તો મધ્યપ્રદેશ વિધાનસભામાં સંખ્યા ૨૦૬ રહે. એ પછી કોઈ પણ પક્ષે બહુમતી સાબિત કરવા માટે ૧૦૪ સભ્યો દર્શાવવા પડે. અત્યારની સિૃથતિ પ્રમાણે ભાજપ પાસે ૧૦૭ અને કોંગ્રેસ પાસે ૯૨ સભ્યો છે. એ ઉપરાંત કોંગ્રેસને ચાર સ્વતંત્ર, સમાજવવાદી પક્ષના એક અને બહુજન સમાજ પક્ષના બે સભ્યોનો સાથ હોવાનું મનાય છે. તો પણ આંકડા પુરતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.