Abtak Media Google News

કાલથી દ્વારકાના શારદામઠમાં ગીતા જયઁતિની પરંપરાગત રીતે ઉજવણી કરાશે

ભારતીય ઇતિહાસમાં હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં સમાવિષ્ટ એવા પવિત્ર ગીતા જે ભગવાન શ્રી કૃષ્ણના મુખે બોલાયેલ હોય તેને ભગવદ્દ  ગીતા પણ કહે છે કે ગીતાજીની જયંતિની દ્વારકાના શારદાપીઠ ખાતે આગમી ૩૦મી નવેમ્બરના રોજ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. ગીતા જયંતિ વિશે શારદાપીઠના દંડીસ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે તેમનજા સંદેશમાં હિન્દુ ધર્મમાં ગીતાજીનું સવિશેષ મહત્વ દર્શાવતાં કહ્યું કે ગીતા કે ગીતાએ ધાર્મિક અને આઘ્યાત્મિક વિષયોનું વિશિષ્ટ્ર રુપે અનુવાદ વાળા શ્ર્લોકબઘ્ધ ગ્રંથ છે. માનયતા મુજબ ભારતીય શાસ્ત્રો ના આધાર પર લગભગ પાંચ હજાર વર્ષ પૂર્વે માગસર માસની શુકલ પક્ષની અગિયારસના પાવન પર્વ પર ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આ ઉપદેશ અપાયો હતો. ત્યારથી જ આ દિવસને ગીતા જયંતિના ઉત્સવનું પ્રતિવર્ષ આયોજન થાય છે.

જેમનો ઉદેશ નિષ્કામ, કર્મ, જ્ઞાનપ્રાપ્તિપૂર્વક સંસારિક બંધનોથી મુકિત સદાચારનું પાલન ભગવદ્દ ભકિત, આઘ્યાત્મિક અનુરકિત, વૈરાગ્યને પ્રાધાન્ય કલ્યાણમય કાર્યોમાં પ્રવૃત્તિ અનુ આપણા કર્તવ્યનો નિર્વાહ કરવાનો છે. વિશ્ર્વનના દરેક વ્યકત માટે ગીતા આવશ્યક છે. કારણ કે ગીતાના માર્ગના અનુગામીનું કયારેય અહિત તથા અમંગળ થતું નથી.

આથી જ ગીતા  જયંતિના પાવન અવસરે ગીતાના જ્ઞાનનો સંકલ્પ લેવો જોઇએ. અને ભારતને ફરીથી વિશ્વગુરૂરુના પદ પર સ્થાપના કરવા પ્રયત્નો કરવો જોઇએ એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.